Sathish Vajra Dead: લોહીથી લથપથ મળ્યો કન્નડ અભિનેતા સતીશનો મૃતદેહ, સાળા પર શંકા

21 June, 2022 05:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હજી ત્રણ મહિના પહેલા જ સતીષની પત્નીએ પણ આપઘાત કરીને પોતાની જીવ ગુમાવ્યો હતો. જ્યાં કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ સમાચાર હલબલાવી મૂકી છે, ત્યાં ચાહકો પણ ખૂબ જ દુઃખી છે

પ્રતીકાત્મક તસવીર

ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. કન્નડ સિનામાના દિગ્ગજ અભિનેતા સતીષ વજ્રનો લોહીથી લથપથ મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો છે. સતીષ બેંગ્લુરુના આરઆર નગરમાં રહેતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સતીષની કોઇક અજ્ઞાત શખ્સે હત્યા કરી દીધી છે. હજી ત્રણ મહિના પહેલા જ સતીષની પત્નીએ પણ આપઘાત કરીને પોતાની જીવ ગુમાવ્યો હતો. જ્યાં કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ સમાચાર હલબલાવી મૂકી છે, ત્યાં ચાહકો પણ ખૂબ જ દુઃખી છે. પોલીસને શંકા છે કે સતીશની હત્યા તેની પત્નીના ભાઈએ કરી છે. તેની શોધ ચાલે છે.

Sathish Vajra જે ઘરમાં રહેતો હતો, તેના મકાનમાલિકે ફ્લેટમાંથી લોહી નીકળતું જોયું. તેણે જ પોલીસને માહિતી આપી. પછીથી ઘરની બહાર લગાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજને શોધવામાં આવી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે સતીશનો મૃતદેહ ફ્લેટના ફ્લોર પર પડ્યો હતો. પોલીસે તત્કાલ મૃતદેહ પોતાને તાબે લીધો અને તેને પોસ્ટમાર્ટમ માટે મોકલ્યો.

સતીષના ઘરે પાછાં આવતાં જ અજ્ઞાત લોકોએ કર્યો હુમલો
કર્ણાટકના માંડ્ય જિલ્લાના રહેવાસી સતીષ વજ્રએ `લાગોરી` ફિલ્મ દ્વારા ડેબ્યૂ કર્યો હતો. તેમને સપૉર્ટિંગ રોલ્સમાં ઘણી પૉપ્યુલારિટી મળી હતી. આરઆર નગરમાં તે પોતાના પરિવાર સાથે રહેતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના રવિવારની છે. સતીષ જેવો ઘરે આવ્યો, બે અજ્ઞાત લોકોએ તેના પર હુમલો કર્યો. આ દરમિયાન ધારદાર હથિયારથી તેની કરવામાં આવી અને પછી હત્યારા ત્યાંથી ભાગી ગયા.

પરિવારની મરજી વિરુદ્ધ જઈને કર્યા હતા લગ્ન
સતીષ વજ્રએ પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. ન તો તેના કે ન તો તેની પત્ની પરિવારવાળા આ લગ્નથી ખુશ હતા. બન્ને પરિવારમાં આ વાતને લઈને કલેશની સ્થિતિ હતી. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે તેની પત્નીએ પણ ત્રણ મહિના પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. શંકા જાહેર કરવામાં આવી રહી છે કે બહેનની મોતનો બદલો લેવા માટે સતીશના સાળાએ તેના પર જ હુમલો કર્યો અને હત્યા કરી દીધી. પોલીસ હાલ સતીશના સાળા અને તેમના સાસરીવાળાની શોધ કરે છે.

bollywood news bollywood bollywood gossips entertainment news kannada