રંગોલી ચંદેલનો દીપિકા પાદુકોણ પર આરોપ- ડિપ્રેશનની આડમાં મેળવી પબ્લિસિટી

05 July, 2019 06:16 PM IST  |  મુંબઈ

રંગોલી ચંદેલનો દીપિકા પાદુકોણ પર આરોપ- ડિપ્રેશનની આડમાં મેળવી પબ્લિસિટી

રંગોલી ચંદેલે સાધ્યું દીપિકા પર નિશાન

બોલીવુડ અભિનેત્રી કંગના રણૌતની બહેન રંગોલી ચંદેલ પોતાના ટ્વીટના કારણે સમાચારોમાં છવાયેલી રહે છે. હવે રંગોલી ચંદેલના નિશાને દીપિકા પાદુકોણ આવી છે. રંગોલીએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેણે ડિપ્રેશનની આડમાં પબ્લિસિટી મેળવી છે.


બન્યું એવુંકે હાલમાં જ દીપિકા પાદુકોણ 'ધ લિવ લવ સાફ ફાઉન્ડેશન' સાથે જોડાઈ હતી. જ્યાં તેમણે પોતાના ડિપ્રેશન સાથે જોડાયેલી અનેક વાતો શેર કરી હતી. સાથે જ દીપિકાએ ફાઉન્ડેશનની એક મહિલા સાથે પોતાનો વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી હતી. દીપિકાના આ ટ્વીટને રીટ્વીટ કરતા રંગોલીએ તેના પર નિશાન સાધ્યું અને કહ્યું કે, 'આ શું થઈ રહ્યું છે? આ ડિપ્રેશન હોય છે, આ એ જ લોકો છે જેમને મેન્ટલ શબ્દથી પણ સમસ્યા હતી. પણ ડિપ્રેશનના વીડિયોમાં જાનૈયાઓની જેમ નાચી રહ્યા છે. કેવી વાહિયાત રીત છે ડિપ્રેશનના નામે પબ્લિસિટી મેળવવાની.'

આ પણ વાંચોઃ તાપસી બાદ વરૂણ ધવન પર ભડકી કંગનાની બહેન રંગોલી, કહ્યું કાંઈક આવું

રંગોલી ચંદેલ સોશિયલ મીડિયા પર પોતાના મત અવાર નવાર વ્યક્ત કરતી રહે છે. તેમના ટ્વીટે અનેક વાર મીડિયામાં ચર્ચા પણ જગાવી છે. કંગના રણૌતની બહેન હોવાની સાથે રંગોલી ચંદેલ તેની મેનેજર પણ છે.

entertaintment kangana ranaut deepika padukone