Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તાપસી બાદ વરૂણ ધવન પર ભડકી કંગનાની બહેન રંગોલી, કહ્યું કાંઈક આવું

તાપસી બાદ વરૂણ ધવન પર ભડકી કંગનાની બહેન રંગોલી, કહ્યું કાંઈક આવું

04 July, 2019 06:18 PM IST | મુંબઈ

તાપસી બાદ વરૂણ ધવન પર ભડકી કંગનાની બહેન રંગોલી, કહ્યું કાંઈક આવું

હવે રંગોલીના નિશાને આવ્યો વરૂણ ધવન

હવે રંગોલીના નિશાને આવ્યો વરૂણ ધવન


ફરી એકવાર કંગના રણૌતની બહેન રંગોલી ચંદેલ વિવાદમાં આવી છે. આ વખતે વારો વરૂણ ધવનનો છે. વરૂણનું એક ટ્વીટ તેને ખટક્યું છે. વરૂણે કંગના રણૌન અને રાજકુમાર રાવની આગામી ફિલ્મ જજમેન્ટલ હૈ ક્યાના વખાણ કર્યા છે. પણ લાગે છે કે વરૂણના સારા શબ્દો પણ રંગોની ગમ્યા નથી.

જજમેન્ટલ હૈ ક્યાનું ટ્રેલર જોયા બાદ વરૂણ ધવને રાજકુમાર રાવના ટ્વીટનો રીપ્લાય આપ્યો અને લખ્યું કે, "ખૂબ જ સરસ ટ્રેલર. લીડ કાસ્ટ અમેઝિંગ છે જેને સપોર્ટિંગ કાસ્ટ અને સારી સ્ટોરીએ સાથ આપ્યો છે. લાગે છે ખૂબ જ મજાની છે." પણ હવે આ વાત કંગનાની બહેન, રંગોલી ચંદેલ કે જે તેનું કામ પણ સંભાળે છે તેને ન ગમી.




વરૂણના આ ટ્વીટનો રંગોલીએ જવાબ આપ્યો કે, "કંગનાનું પણ નામ લખી દીધું હતો સર. તે પણ કોઈની દીકરી છે અને તેણે પણ મહેનત કરી છે." જેનો જવાબ વરૂણ ધવને આપ્યો કે, "સતીષ સર, હુસૈન,રાજ અને ખાસ કરીને કંગનાને તમામ મને ગમ્યા અને લીડ કાસ્ટનો એ જ મતલબ હોય છે મેડમ."



આટલું જ નહીં, રંગોલી ચંદેલે તાપસી પન્નૂ, કે જેણે ફિલ્મની પ્રશંસા કરી હતી તેને પણ આડે હાથ લઈ લીધી.

તાપસીએ જજમેન્ટલ હૈ ક્યાના ટ્રેલર માટે લખ્યું કે, "આ ખૂબ જ કૂલ છે. હંમેશા મને તેનાથી ખૂબ જ વધુ આશા હતી અને લાગે છે કે તે સાર્થક છે."


આ પણ વાંચોઃ રંગોલી ચંદેલે તાપસી પન્નૂને કહી ‘સસ્તી’ કોપી, અનુરાગ કશ્યપે આપ્યો જવાબ

જેના પર રંગોલીએ જવાબ આપ્યો કે, "કેટલાક લોકો કંગનાની કોપી કરીને દુકાન ચલાવે છે. પણ મહેરબાની કરીને નોંધ લેજો કે તેઓ તેને શ્રેય નથી આપતા. ટ્રેલરની પ્રશંસા કરે ત્યારે પણ તેનું નામ નથી લેતા. છેલ્લે તો મે એવું પણ સાંભળ્યું હતું કે, તાપસીએ કહ્યું હતું કે કંગનાના ડબલ ફિલ્ટરની જરૂર છે અને તાપસી તમારે સસ્તી કોપી બનવાનું બંધ કરી દેવું જોઈએ."

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2019 06:18 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK