જન્મદિવસે કંગનાએ માગી માફી, જાણો શું છે કારણ?

23 March, 2023 08:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જન્મદિવસના અવસરે કંગના રણોતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તેણે હાથ જોડીને માફી માગી છે. આની સાથે જ તેણે વીડિયોમાં એવું ઘણું કહ્યું છે જેથી લોકો ચકિત થઈ શકે છે.

કંગના રણોત (ફાઈલ તસવીર)

બૉલિવૂડ ક્વીન કંગના રણોત (Kangana Ranaut) આજે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. જન્મદિવસના અવસરે કંગના રણોતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તેણે હાથ જોડીને માફી માગી છે. આની સાથે જ તેણે વીડિયોમાં એવું ઘણું કહ્યું છે જેથી લોકો ચકિત થઈ શકે છે. જાણો કેમ પોતાના જન્મદિવસના અવસરે બૉલિવૂડ ક્વીન કંગના રણોતે પોતાના હાથ જોડીને માફી માગી છે.

જન્મદિવસે કંગનાએ રજૂ કરી પોતાના મનની વાત
કંગના રણોત બહેતરીન એક્ટિંગની સાથે સાથે પોતાની સ્પષ્ટવક્તૃત્વની છટાને કારણે પણ જાણીતી છે. વાત વર્કફ્રન્ટની હોય કે સામાજિક મુદ્દાની, એક્ટ્રેસ હંમેશાં પોતાનો મત સ્પષ્ટતાથી રજૂ કરે છે. અનેકવાર તે આ કારણે ટ્રોલ પણ થાય છે. પણ કંગના પહેલા જ કહી ચૂકી છે કે તેને ટ્રોલ્સથી કોઈ ફરક પડતો નથી. આ વસ્તુઓ તેને આગળ વધવામાં મદદ કરે છે. 

જન્મદિવસે કંગના રણોતે પોતાના હેટર્સ માટે પણ શૅર કર્યો એક મેસેજ. જેમાં કંગનાએ કહ્યું કે, "જન્મદિવસના અવસરે હું મારા માતા-પિતાનો આભાર વ્યક્ત કરવા માગું છું. મારા માતા-પિતા, મારાં કુળદેવીમા અંબિકાજી, જેમણે મને જન્મ આપ્યો, મારા બધા ગુરુ શ્રી સદ્ગુરુજી, સ્વામી વિવેકાનંદજી, મારા બધા પ્રશંસકો, શુભચિંતકો, જે મારી સાથે કામ કરે છે, મારા ચાહકો, બધાનો આભાર માનું છું."

આગળ તેણે કહ્યું કે, `મારા શત્રૂ જેમણે અત્યાર સુધી મને ક્યારેય આરામ કરવા નથી દીધો. ભલે મને કેટલી પણ સફળતા મળે. પણ મને લડતાં શીખવ્યું, સંઘર્ષ કરતા શીખવ્યું, તેમની પણ હું હંમેશા આભારી રહીશ. મિત્રો મારી વિચારધારા ખૂબ જ સરળ છે. આચરણ અને માનસિકતા પણ ખૂબ જ સરળ છે. હું હંમેશાં બધાનું સારું ઈચ્છું છું. આને માટે મેં દેશહિતમાં કંઇક કહ્યું હોય અને તેનું કોઈને દુઃખ થયું હોય, તો હું તે માટે પણ માફી માગું છું. શ્રી કૃષ્ણની દયાથી મને ખૂબ જ સારું જીવન મળ્યું છે. મારા મનમાં કોઈને માટે વેર નથી.`

આ મેસેજ સાથે કંગના રણોતે ક્લીયર કરી દીધું છે કે લોકો તેના વિશે ભલે કેટલું શું કામ ન બોલે, પણ તે હિંમત હારનારામાંથી નથી. લોકોની નકારાત્મક પ્રતિક્રિયાઓને ઈગ્નોર કરીને તેણે પોતાની મંજિલ સુધી પહોંચતા સારી રીતે જાણે છે.

આ પણ વાંચો : શું એકબીજાના પ્રેમમાં છે સાંસદ રાઘવ અને પરિણીતિ? તસવીરોમાં દેખાયા સાથે

કંગનાએ 16 વર્ષની ઊંમરે મૉડલિંગ વિશ્વમાં એન્ટ્રી કરી હતી. પણ તેને એક્ટિંગમાં નામના મેળવવી હતી. ત્યાર બાદ કંગનાએ `ગેન્ગસ્ટર` ફિલ્મ દ્વારા બૉલિવૂડ ડેબ્યૂ કર્યો 2006માં રિલીઝ થયેલી ફિલ્મ દ્વારા એક્ટ્રેસે સાબિત કર્યું કે તે ઈન્ડસ્ટ્રીમાં કંઈક અલગ કરવાની છે. કંગનાએ `ક્વીન`, `ફેશન`, `લાઈફ ઈન મેટ્રો` અને `તનુ વેડ્સ મનુ` જેવી તમામ સુપરહિટ ફિલ્મો આપીને ચાહકોના મનમાં ખાસ સ્થાન મેળવ્યું છે.

kangana ranaut bollywood news bollywood bollywood gossips entertainment news happy birthday