પઠાનની જેમ ઇમર્જન્સી પણ કમાલ દેખાડી શકે

29 March, 2024 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મો ચાલતી ન હોવાથી પોતાને શાહરુખ સાથે સરખાવી કંગનાએ

શાહ રૂખ ખાન

કંગના રનૌતની ફિલ્મો હાલમાં ચાલતી ન હોવાથી તેણે પોતાને શાહરુખ ખાન સાથે સરખાવી છે. તેની ‘ધાકડ’, ‘તેજસ’ અને ‘ચંદ્રમુખી 2’ નિષ્ફળ રહી છે. તે હવે પૉલિટિક્સમાં આવી ગઈ છે, પરંતુ ફિલ્મોમાં પણ કામ કરતી રહેશે. તેની ‘ઇમર્જન્સી’ રિલીઝ થવા તૈયાર છે. પોતાની ફિલ્મ નહીં ચાલી રહી હોવા વિશે પૂછતાં કંગના કહે છે, ‘ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ મોટો સ્ટાર એવો નથી જેની નિષ્ફળ ફિલ્મો કરતાં સફળ ફિલ્મો વધુ રહી હોય. સમગ્ર દુનિયામાં આવું કોઈ નથી. શાહરુખ ખાનની ૧૦ ફિલ્મો નથી ચાલી અને ત્યાર બાદ ‘પઠાન’ ચાલી હતી. મારી ૭-૮ ફિલ્મો નહોતી ચાલી અને ત્યાર બાદ ‘ક્વીન’ ચાલી હતી. ત્યાર બાદ ફરી ૩-૪ ફિલ્મો બાદ ‘મણિકર્ણિકા’ ચાલી હતી. આગામી ફિલ્મ ‘ઇમર્જન્સી’ રિલીઝ થવાની છે. શું થશે કોને ખબર. બની શકે બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવે.’

kangana ranaut entertainment news bollywood buzz bollywood news bollywood