આ અફઘાનિસ્તાન નથી

09 June, 2022 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૂપુર શર્માને સપોર્ટ કરતાં તેને ધમકી આપનારા લોકોને કંગના રનોટે કહ્યું...

નૂપુર શર્મા

કંગના રનોટ હાલમાં જ સસ્પેન્ડેડ બીજેપીનાં સ્પોક્સપર્સન નૂપુર શર્માના બચાવમાં આવી છે. નૂપુરે મોહમ્મદ પયગંબર વિશે કમેન્ટ કરી હતી જે મુસ્લિમ સમુદાયને પસંદ નથી પડી. દુનિયાના લગભગ ૧૨થી ૧૩ દેશોએ આ વિશે નારાજગી વ્યક્ત કરી છે. અલ કાયદાએ પણ ભગવાધારીઓ પર હુમલો કરવાની ધમકી આપી છે. આ સાથે જ નૂપુરને પણ ઘણી જીવલેણ ધમકીઓ મળી રહી છે અને તેણે એ માટે પોલીસ-ફરિયાદ કરતાં તેને સિક્યૉરિટી પણ આપવામાં આવી છે. નૂપુરને સપોર્ટ કરતાં કંગનાએ ઇન્સ્ટાસ્ટોરીમાં લખ્યું હતું કે ‘નૂપુરને તેના વિચારો વ્યક્ત કરવાની આઝાદી છે. તેને ટાર્ગેટ કરીને જે પણ ધમકીઓ આપવામાં આવી રહી છે એને હું પણ જોઈ રહી છું. હિન્દુ ભગવાનનું તેઓ જ્યારે દરરોજ અપમાન કરે છે ત્યારે અમે કોર્ટમાં જઈએ છીએ. તમે પણ એવું કરો. પોતાની જાતને ડૉન કહેવાની કે બનાવવાની જરૂર નથી. આ અફઘાનિસ્તાન નથી. અહીં એક પ્રૉપર સરકાર છે, જે લોકશાહી દ્વારા ચાલે છે. કદાચ લોકો ભૂલી ગયા હોય તો તેમને ફરી યાદ કરાવી દઉં છું.’

entertainment news bollywood bollywood news bollywood gossips kangana ranaut