કોરોના કાળ દરમિયાન આ રીતે બૉલિવૂડ સેલેબ્સે ઉજવ્યો ગુડી પડવાનો આ તહેવાર

13 April, 2021 06:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જુદા જુદા રાજ્યોમાં ઉજવવામાં આવતા આ પર્વનું દરેક જગ્યાએ ખાસ મહત્વ છે. તો આ અવસરે બૉલિવૂડ સેલેબ્સે પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને શુભેચ્છાઓ આપી છે.

કંગના રણોત, શિલ્પા શેટ્ટી

મંગળવાર એટલે કે 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણકે આજથી હિંદુ કેલેન્ડરમાં નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. આને ગુડી પડવો, ઉગાદી, બૈસાખી, અને વિશૂ જેવા તહેવાર તરીકે આજના દિવસને ઉજવવામાં આવે છે. જુદા જુદા રાજ્યોમાં ઉજવવામાં આવતા આ પર્વનું દરેક જગ્યાએ ખાસ મહત્વ છે. તો આ અવસરે બૉલિવૂડ સેલેબ્સે પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને શુભેચ્છાઓ આપી છે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ નવરાત્રી પૂજા દરમિયાનનો સુંદર વીડિયો શૅર કરતા લખ્યું, "લક્ષ્મીનો હાથ હોય, સરસ્વતીનો સાથ હોય, ગણેશનું નિવાસ હોય, અને માઁ દુર્ગાના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રકાશ હોય. નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ."

તો કંગના રણોતે સાડીમાં સજીને પોતાની તસવીર શૅર કરી છે, આની સાથે માઁ દુર્ગાને નમન કરતી પણ એક તસવીર શૅર કરી છે. આની સાથે જ લખ્યું છે, "બધાને ગુડી પડવા, નવરાત્રી, નવા વર્ષની શુભેચ્છાઓ. આ નાનકડી દેવીની તસવીર જે મેં પકડી છે, તે મારી માએ મને આપી હતી, જ્યારે મેં ઘર છોડ્યું હતું, મને ઘણું ગુમાવ્યું પણ આ મારી સાથે છે. મને લાગે છે તેમણે મારું ધ્યાન રાખ્યું, નવરાત્રીમાં જો તમને નથી ખબર કે શું કરવું છે તો પોતાની માઁની પૂજા કરો અને તેમનું આશીર્વાદ લો."

નીતૂ કપૂરે પોતાની ફિલ્મના એક ગીતનો વીડિયો શૅર કરતા ચાહકોને વૈસાખી પર શુભેચ્છાઓ આપી છે.

મલાઇકા અરોરાએ પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરતા બૈસાખી અને ગુડી પડવા પર ચાહકનો વિશ કર્યું છે. તો અનુષ્કા શર્માએ પણ ઇન્સ્ટા સ્ટોરી પર બૈસાખી અને ગુડી પડવાની વધામણી આપતા બધાને ઘરે રહેવાની સલાહ આપી છે.

અભિનેત્રી કાજોલે પણ પોતાનો એક ખૂબ જ સુંદર ફોટો શૅર કરીને ચાહકોને ગુડી પડવાની શુભેચ્છાઓ આપી છે.

ભૂમિ પેડણેકરે મરાઠીમાં ગુડી પડવાનો મેસેજ લખ્યો છે અને તૈયાર થઈને પોતાની તસવીર પણ શૅર કરી છે.

bollywood bollywood news bhumi pednekar kajol kangana ranaut malaika arora anushka sharma neetu kapoor