બુસાન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાશે કમલ હાસનની ‘વિક્રમ’

05 October, 2022 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મને લોકેશ કનગરાજે ડિરેક્ટ કરી હતી

ફિલ્મનો સીન

કમલ હાસનની ‘વિક્રમ’નું બુસાન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ થવાનું છે. આ ફેસ્ટિવલ પાંચમી ઑક્ટોબરથી ૧૪ ઑક્ટોબર સુધી યોજવામાં આવશે. ઓપન સિનેમા કૅટેગરીમાં આ ફિલ્મને દેખાડવામાં આવશે. આ ફિલ્મ આ વર્ષે ૩ જૂને રિલીઝ કરવામાં આવી હતી. વિશ્વભરમાં આ ફિલ્મની લોકોએ ખૂબ પ્રશંસા કરી છે. સાથે જ યુકેમાં સૌથી વધુ બિઝનેસ કરનારી તામિલ ફિલ્મ બની ગઈ હતી. ફિલ્મને લોકેશ કનગરાજે ડિરેક્ટ કરી હતી.

entertainment news bollywood bollywood news upcoming movie kamal haasan