રજનીકાન્તની મુલાકાત કેમ લીધી કમલ હાસને?

21 February, 2021 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રજનીકાન્તની મુલાકાત કેમ લીધી કમલ હાસને?

રજનીકાન્ત અને કમલ હાસન

કમલ હાસન હાલમાં જ ચેન્નઈના પોઇસ ગાર્ડનમાં આવેલા રજનીકાન્તના ઘરે જોવા મળ્યા હતા. રજનીકાન્ત પૉલિટિક્સમાં દાખલ થવાના હતા, પરંતુ તેમની હેલ્થને કારણે તેમણે એ નિર્ણય પાછો ખેંચી લીધો હતો. તેમને ગયા વર્ષે બ્લડ-પ્રેશરનો પ્રૉબ્લેમ હોવાથી હૈદરાબાદમાં હૉસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા. તેમના મિત્ર કમલ હાસન પણ પૉલિટિક્સમાં એન્ટર થઈ રહ્યા છે. તેઓ મક્કલ નિધિ મૈયમના પ્રેસિડન્ટ છે. રજનીકાન્તને હૉસ્પિટલમાંથી છુટ્ટી મળ્યાના લગભગ એક મહિના બાદ કમલ હાસન તેમને મળવા ગયા હતા. તેમની મુલાકાત ખબર પૂછવા માટેની હતી કે પછી પૉલિટિક્સને લઈને હતી એ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું.

entertainment news bollywood bollywood news bollywood ssips rajinikanth