કલ્કી કોચલિને ૬૦ લાખનો નફો મેળવીને ૨.૫૫ કરોડ રૂપિયામાં વેચ્યો અંધેરીનો ફ્લૅટ

17 June, 2026 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્કીએ આ ફ્લૅટ એક દાયકાથી પણ વધુ સમય પહેલાં ખરીદ્યો હતો

કલ્કી કોચલિન

ઍક્ટ્રેસ કલ્કી કોચલિને અંધેરી-વેસ્ટ વિસ્તારમાં આવેલો પોતાનો ફ્લૅટ ૨.૫૫ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. આ પ્રૉપર્ટી અંધેરી-વેસ્ટના વર્સોવા વિસ્તારમાં આવેલી વર્સોવા કિરણ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં આવેલી છે. ફ્લૅટનો કાર્પેટ એરિયા ૧૨૩૦.૪૨ સ્ક્વેર ફુટ છે.

કલ્કીએ આ ફ્લૅટ એક દાયકાથી પણ વધુ સમય પહેલાં ખરીદ્યો હતો. રેકૉર્ડ્‍સ અનુસાર તેણે ૨૦૧૫ના ડિસેમ્બરમાં આ પ્રૉપર્ટી ૧.૯૫ કરોડ રૂપિયામાં ખરીદી હતી. હવે ૨.૫૫ કરોડ રૂપિયામાં વેચાણ થતાં તેને અંદાજે ૬૦ લાખનો નફો થયો છે. 

kalki koechlin property tax real estate andheri entertainment news bollywood bollywood news