કલ્કિ 2898 ADએ ભારતમાં પહેલા વીક-એન્ડમાં કર્યો ત્રણસો કરોડનો બિઝનેસ

02 July, 2024 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ હિન્દીની સાથે અન્ય ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવી છે

ફિલ્મનું પોસ્ટર

‘કલ્કિ 2898 AD’એ બૉક્સ-ઑફિસ પર કલેક્શનનું તોફાન મચાવી દીધું છે. રિલીઝના ચાર દિવસમાં જ ફિલ્મે ભારતમાં ૩૦૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાયન્સ ફિક્શન ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. ૬૦૦ કરોડમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન લીડ રોલમાં છે. આ ફિલ્મનો બીજો પાર્ટ પણ આવવાનો છે. જોકે એની રિલીઝની તારીખ જણાવવામાં નથી આવી. ફિલ્મ હિન્દીની સાથે અન્ય ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવી છે. ચાર દિવસના કલેક્શન પર નજર નાખીએ તો હિન્દીમાં કુલ ૧૧૧.૫ કરોડ રૂપિયા, તેલુગુમાં ૧૬૩.૮ કરોડ રૂપિયા, તામિલમાં ૧૮.૩ કરોડ રૂપિયા, મલયાલમમાં ૯.૭ કરોડ અને કન્નડમાં ૧.૮ કરોડની સાથે ટોટલ ૩૦૫.૧ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. 

500

‘કલ્કિ 2898 AD’એ ચાર દિવસમાં દુનિયાભરમાં કર્યો આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ.

પ્રભાસની સો કરોડની ક્લબમાં પહોંચેલી હિન્દી ફિલ્મો

ફિલ્મ    કલેક્શન (કરોડમાં)
બાહુબલી 2     ૫૧૦.૯૯
આદિપુરુષ    ૧૪૭.૯૨
સાલાર    ૧૨૫.૬૫
કલ્કિ 2898 AD    ૧૧૧.૫

વર્ષો બાદ થિયેટરમાં ફિલ્મ જોવા ગયા અમિતાભ બચ્ચન, અભિષેક સાથે ‘કલ્કિ 2898 AD’ જોવાની મજા પડી ગઈ

અમિતાભ બચ્ચન અનેક વર્ષો બાદ થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા. તેમણે દીકરા અભિષેક બચ્ચન અને તેમના કેટલાક ફ્રેન્ડ્સ સાથે તેમની ફિલ્મ ‘કલ્કિ 2898 AD’નો આનંદ લીધો હતો અને તેમને ખૂબ મજા પણ પડી હતી. આ ફિલ્મમાં તેમણે અશ્વત્થામાનો રોલ ભજવ્યો છે. એના કેટલાક ફોટો તેમણે બ્લૉગ પર શૅર કર્યા હતા. સાથે જ થિયેટરની સુવિધાઓ પણ તેમને ખૂબ પસંદ પડી છે. એના ફોટો બ્લૉગ પર શૅર કરીને અમિતાભ બચ્ચને લખ્યું કે ‘બિગ સ્ક્રીન પર કેટલાક ​ફ્રેન્ડ્સ સાથે ‘કલ્કિ 2898 AD’ જોઈ. આઇમૅક્સનો અનુભવ, એની સગવડો અને અંદરનું વાતાવરણ અદ્ભુત હતાં. એ જોઈને પ્રભાવિત થયો છું. ઘણાં વર્ષોથી બહાર નહોતો નીકળ્યો, આ પ્રગતિ જોઈને આનંદ થયો છે.’

box office prabhas amitabh bachchan deepika padukone entertainment news bollywood bollywood news