kalank song: ઘર મોરે પરદેસિયામાં જુઓ માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટનો ડાન્સ

18 March, 2019 06:17 PM IST  | 

kalank song: ઘર મોરે પરદેસિયામાં જુઓ માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટનો ડાન્સ

માધુરી દીક્ષિત અને આલિયા ભટ્ટ

ફિલ્મ કલંક છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બની રહી છે. કરણ જોહરના પ્રૉડક્શન હાઉસમાં બનેલી આ મેગાસ્ટારર ફિલ્મ લોકો માટે મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં કેટલાય વર્ષો પછી સંજય દત્ત અને માધુરી દીક્ષિત એકસાથે જોવા મળશે. સાથે આલિયા ભટ્ટ અને વરુણ ધવન ફરી એકવાર આ ફિલ્મમાં સાથે જોવા મળશે.

ગીતમાં આલિયા-માધુરીની જુગલબંધી

ફિલ્મમાં સંજય-માધુરી લાંબા સમયે એક સાથે હોવાની જોડે જોડે આલિયા ભટ્ટ અને ધક ધક ગર્લની કેમેસ્ટ્રી પણ ખાસ વાત છે. એમાંય ફિલ્મના પહેલા જ ગીતમાં બંને અભિનેત્રીઓ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. બંનેની જુગલબંધી બાદ ફિલ્મ પ્રત્યેની એક્સપેક્ટેશન વધી ગઈ છે.

 

 

ફિલ્મનો ગ્રાન્ડ સેટ

કરણ જોહરની ડ્રીમ ફિલ્મ કલંકનું પહેલું ગીત "ઘર મોરે પરદેસિયા" રિલીઝ થઈ ગયું છે. આલિયા ભટ્ટ અને વરુણ ધવને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ગીતું ટીઝર શેર કર્યું હતું. ગીત "ઘર મોરે પરદેસિયા"માં તેનો ગ્રાન્ડ સેટ અને માધુરી તેમ જ આલિયાની જુગલબંદી તેમજ તેમનો જોરદાર ડાન્સ જોવા મળે છે. તેની સાથે જ ઝફરનું પાત્ર ભજવતા વરુણ ધવનની પણ ઝલક જોવા મળે છે. ગીતની શરૂઆતમાં વરૂણ અને આલિયાની એક ગલીમાંથી એન્ટ્રી થાય છે જ્યાં રામલીલાનું આયોજન થઈ રહ્યું છે. જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ માધુરી દીક્ષિત જોવા મળે છે.

ગીતમાં રૂપનું પાત્ર ભજવતી આલિયા સફેદ લહેંગામાં દેખાય છે તો બહાર બેગમના પાત્રમાં માધુરી દીક્ષિતે સફેદ અને ગુલાબી રંગનો લહેંગો પહેર્યો છે. આ ગીત પ્રીતમે કંપોઝ કર્યું છે અને અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યું છે. ગીતને સ્વર શ્રેયા ઘોષાલ અને વૈશાલી મહાડેએ આપ્યો છે.

આ પણ વાંચો : આજે રિલીઝ થશે કલંકનું પહેલું ગીત, ટીઝરમાં વરુણ અને આલિયા લાગે છે સુંદર

ઉલ્લેખનીય છે કે આ મેગાસ્ટારર ફિલ્મમાં આલિયા-વરુણ સિવાય સોનાક્ષી સિન્હા, સંજય દત્ત, આદિત્ય રાય કપૂર અને માધુરી દિક્ષીત અભિનય કરતાં જોવા મળશે. ફિલ્મમાં માધુરી દીક્ષિત અને સંજય દત્ત 20 વર્ષ પછી એકબીજા સાથે કામ કરી રહ્યાં છે. તેમની સાથે સિતારાઓની ભીડમાં કિયારા અડવાણી અને કુણાલ ખેમૂ પણ છે. આ ફિલ્મ 17 એપ્રિલના રિલીઝ થવાની છે. ફિલ્મની સ્ટોરી રાજા-રજવાડાઓ અને રાજપાટોની છે. કરણ જોહરે તેને ભવ્યતાનો જામો પહેરાવ્યો છે.

madhuri dixit alia bhatt varun dhawan sanjay dutt karan johar bollywood news