મારી દીકરી નિસા હમણાં ફિલ્મોમાં કામ નથી કરવાની

11 April, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યારે બીજા સ્ટાર્સનાં સંતાનો બૉલીવુડમાં પોતાની કરીઅર બનાવવા તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે હવે એવી ધારણા બાંધવામાં આવે છે કે અજય અને કાજોલની મોટી દીકરી નિસા પણ ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળશે. આ મામલે હવે નિસાની મમ્મી કાજોલે મોટો ખુલાસો કર્યો છે...

કાજોલ અને નિસા

બૉલીવુડમાં અજય દેવગન અને કાજોલની ગણતરી પાવર કપલ તરીકે થાય છે. આ બન્ને ઘણાં વર્ષોથી સફળતાનો સ્વાદ ચાખી રહ્યાં છે. હવે જ્યારે બીજા સ્ટાર્સનાં સંતાનો બૉલીવુડમાં પોતાની કરીઅર બનાવવા તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે હવે એવી ધારણા બાંધવામાં આવે છે કે અજય અને કાજોલની મોટી દીકરી નિસા પણ ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળશે. જોકે આ મામલે હવે નિસાની મમ્મી કાજોલે મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે નિસાનો હમણાં ફિલ્મોમાં કામ કરવાનો કોઈ ઇરાદો નથી.

એક ઇન્ટરવ્યુમાં દીકરી નિસાના ફ્યુચર પ્લાન વિશે વાત કરતાં કાજોલે કહ્યું હતું કે ‘નિસા બૉલીવુડમાં ડેબ્યુ કરવાની નથી. મને નથી લાગતું કે તે બૉલીવુડમાં કામ કરવા માગે છે. તે  બાવીસ વર્ષની થવા જઈ રહી છે અને મને લાગે છે કે તેણે મનમાં નક્કી કરી લીધું છે કે તે હમણાં ઍક્ટિંગ નહીં કરે.’

આ ઇન્ટરવ્યુમાં કાજોલે નવી પેઢીને સફળ થવા માટેની ટિપ્સ પણ આપી છે. કાજોલે નવોદિતોને સલાહ આપી છે કે ‘હું તેમને કહેવા ઇચ્છું છું કે પ્લીઝ, દરેક પાસેથી સલાહ ન લો, કારણ કે જ્યારે સલાહ માગશો તો તમને સલાહ આપનારા ૧૦૦ લોકો મળી આવશે. આ સલાહ યોગ્ય છે કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. અભિનયની દુનિયા હોય કે સોશ્યલ મીડિયાની દુનિયા, મોટું નામ બનાવવા માટે વ્યક્તિમાં પોતાનું સ્થાન બનાવવાની ક્ષમતા હોવી જરૂરી છે.’

ajay devgn kajol bollywood buzz bollywood gossips bollywood events bollywood news bollywood entertainment news star kids