કલારીપયટ્ટુ ફિઝિકલી અને મેન્ટલી ફિટ બનાવે છે : કાજલ અગરવાલ

26 September, 2022 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅટલફીલ્ડમાં પણ આ આર્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો.

કાજલ અગરવાલ

કાજલ અગરવાલ છેલ્લાં ત્રણ વર્ષથી કલારીપયટ્ટુ શીખી રહી છે અને તેનું કહેવું છે કે એનાથી તે ફિઝિકલી ને મેન્ટલી ફિટ બની છે. કલારીપયટ્ટુની ટ્રેઇનિંગ વિદ્યુત જામવાલે પણ ખૂબ જ લીધી છે. કાજલે તેના કલારીપયટ્ટુના સેશનનો ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘કલારીપયટ્ટુ ઇન્ડિયાની ખૂબ જ જૂની માર્શલ આર્ટ છે. બૅટલફીલ્ડમાં પણ આ આર્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ આર્ટમાંથી શાઓલીન, કુંગફુ, કરાટે અને તાએ ક્વાન ડો જેવાં ઘણાંનો જન્મ થયો છે. કલારીનો ઉપયોગ મોટા ભાગે ગોરીલા વૉરફેરમાં કરવામાં આવતો હતો. આ પ્રૅક્ટિસ દ્વારા મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહી શકાય છે. હું છેલ્લાં ત્રણ વર્ષથી આ આર્ટ શીખી રહી હોવાની મને ખુશી છે. સીવીએન કલારી ખૂબ જ ધીરજથી મારી ક્ષમતા અનુસાર મને શીખવી રહ્યા છે. મારા અદ્ભુત માસ્ટર બનવા બદલ તમારો આભાર.’

entertainment news bollywood news bollywood bollywood gossips kajal aggarwal