કબીર સિંહ બોક્સ ઓફિસ કલેક્શન: તોડી શકે અનેક રેકોર્ડ

28 June, 2019 03:17 PM IST  | 

કબીર સિંહ બોક્સ ઓફિસ કલેક્શન: તોડી શકે અનેક રેકોર્ડ

ખૂબ જામી શાહિદ-કિયારાની કેમેસ્ટ્રી

કબીર સિંહ શાહિદ કપૂરની અત્યાર સુધીની સફળ ફિલ્મોમાંથી એક છે. કબીર સિંહ ફિલ્મે અત્યાર સુધી ઘણા રેકોર્ડ તોડી ચૂકી છે. શાહિદ કપૂરની અત્યારસુધીની બોક્સ ઓફિસ પર સૌથી મોટી ઓપનિંગ આપનારી ફિલ્મ છે કબીર સિંહ. ખાસ વાત એ છે કે, વિકેન્ડ સિવાય આ ફિલ્મને ઓફિસ દિવસોમાં પણ ધમાકેદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. કબીર સિંહે માત્ર 5 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો અને હજુ પણ કમાણીનો ગ્રાફ ઓછો થયો નથી. ફિલ્મ રિલીઝના સાતમા દિવસે પણ ફિલ્મ સારી કમાણી કરી રહી છે. જો આ રીતે જ કબીર સિંહની કમાણી વધશે તો આ વિકેન્ડ સુધીમાં ફિલ્મની કમાણી 200 કરોડને પાર થઈ જશે.

100 કરોડ પછી ફિલ્મની કમાણીએ વધારે સ્પીડ કરી છે. કબીર સિંહે સાતમા દિવસે પણ સારી કમાણી કરતા 15 કરોડ પોતાના નામે કર્યા હતા. કબીર સિંહનું કુલ કલેક્શન 130 કરોડને પાર પહોચી ગયું છે. આ પહેલા છઠ્ઠા દિવસે પણ 15.91 કરોડની કમાણી કરી હતી. કબીર સિંહ રિલીઝના 5માં દિવસે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Happy Birthday: ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકરની હિટ ફિલ્મ પર કરો એક નજર

એન્ગ્રી, આલ્કોહોલિક, ગર્લફ્રેન્ડથી અલગ થયેલા લવર કબીર સિંહના બે અલગ-અલગ રૂપ જોવા મળશે. પહેલા રૂપમાં તેઓ એક છોકરીને બહુ જ પ્રેમ કરતા નજર આવશે. બીજા રૂપમાં તેઓ ગુસ્સે, સનકી, જિદ્દી અને નશામાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને જુઓ તો વધારે સમય શાહિદ કપૂર નશો કરતા અથવા કોઈ વ્યક્તિ પર ગુસ્સો અને લડાઈ કરતા નજર આવી રહ્યા છે. કબીર સિંહ 2017માં આવેલી તેલુગુ બ્લૉક બસ્ટર અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક છે. જણાવી દઈએ કે શાહિદ કપૂર અને કિયારા અડવાણી પહેલી વાર એક સાથે કામ કરી રહ્યા છે.

box office bollywood gossips gujarati mid-day