આ ડ્રેસને લઈને ટ્રોલ થઈ એક્ટ્રેસ કિયારા અડવાણી, આપ્યો ચોંકાવનારો જવાબ

05 September, 2019 01:33 PM IST  |  મુંબઈ

આ ડ્રેસને લઈને ટ્રોલ થઈ એક્ટ્રેસ કિયારા અડવાણી, આપ્યો ચોંકાવનારો જવાબ

કિયારા અડવાણી- તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

'Kabir Singh'માં પોતાની સારી એક્ટિંગથી દરેકને દીવાના બનાવી દેનારી એક્ટ્રેસ કિયારા અડવાણીએ હાલમાં જ એક સુંદર ફોટોશૂટ કરાવ્યો છે. આ શૂટમાં પહેરેલા એક ડ્રેસના કારણે હાલમાં સોશિયલ મીડિયા પર કિયારા ઘણી ટ્રોલ થઈ રહી છે. કિયારાએ હાલમાં જ પોતાના ટ્વિટર અકાઉન્ટથી મજેદાર જવાબ આપતા ટ્રોલર્સના મોં બંધ કરી દીધા છે.

કિયારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી હાલમાં જ પોતાની સુંદર તસવીર શૅર કરી છે. આ તસવીરમાં કિયારાએ એક પીળા રંગનો ડિઝાઈનર ડ્રેસ પહેરી રાખ્યો છે. પીળા રંગનો ડ્રેસ પહેરેલી કિયારાને કેટલાક લોકો સોશિયલ મીડિયા પર મેગીથી કમ્પેર કરવા લાગ્યા છે.

એક યૂઝરે લખ્યું કે 'જબ આપ મેગી ખાકર બોર હો જાઓ તો આપ ઉસકી ગાઉન બના લેતે હો, ખાને કો વેસ્ટ કરને સે બચાને કા સબસે બેહતર તરીકા'.

બીજા એક યૂઝરે લખ્યું છે કે 'જબ આપકો મેગી બહુત જ્યાદા પસંદ હો, કોઈ લિખતા હૈ 'મસાલા મેગી'. હકીકતમાં કિયારાએ આ તસવીરમાં પીળા રંગનો ડ્રેસ પહેર્યો છે જેમાં મેગીની જેમ જ થ્રેડ વર્ક કર્યું છે.

આવા સતત આવતા કમેન્ટ્સથી કિયારાએ કરારો જવાબ આપ્યો. છેલ્લે એણે ટ્વીટ પર દરેકને સારા જવાબ આપતા લખ્યું 'દો મિનટ મેં તૈયાર હૂં. દરેક લોકો કિયારાના આ મજેદાર ટ્વીટની પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો : નવી કૉલેજમાં ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતી દેખાઈ સુહાના ખાન, જુઓ તસવીરો

અર્જુન રેડ્ડીની રીમેક 'કબીર સિંહ'મા કિયારાએ સારૂ પ્રદર્શ કર્યું હતું. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 372 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે કિયારા અક્ષયકુમાર સ્ટારર 'લક્ષ્મી બૉમ્બ', 'શેરશાહ', 'ગુડ ન્યૂઝ' અને 'ઈન્દૂ કી જવાની' જેવી ફિલ્મોમાં નજર આવવાની છે.

kiara advani bollywood news