એનટીઆર જુનિયર પણ કોરોના પૉઝિટિવ

11 May, 2021 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિશે એનટીઆર જુનિયરે ટ્વીટ કર્યું હતું

એનટીઆર જુનિયર

તેલુગુ સ્ટાર એનટીઆર જુનિયર પણ કોરોના પૉઝિટિવ થયો છે અને તેણે પોતાને આઇસોલેટ કરી દીધો છે. આ વિશે એનટીઆર જુનિયર ટ્વીટ કર્યું હતું કે ‘કોવિડ-19 માટે હું પૉઝિટિવ થયો છું. મહેરબાની કરીને ડરવાની જરૂર નથી. હું સ્વસ્થ છું. મારી ફૅમિલી અને મેં પોતાને આઇસોલેટ કરી દીધાં છે અને ડૉક્ટર્સ દ્વારા આપવામાં આવેલા નિયમોને ફૉલો કરી રહ્યાં છીએ. છેલ્લા થોડા દિવસમાં મારા કૉન્ટૅક્ટમાં આવેલા તમામને હું વિનંતી કરું છું કે તેઓ પણ ટેસ્ટ કરાવી લે. સુરક્ષિત રહો.’

coronavirus covid19 entertainment news