હું બોલું ત્યારે શાંતિ રાખો- જુનિયર NTR ફૅન પર બરાબરનો અકળાયો

13 August, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમ્યાન એક ફૅન પર ગુસ્સે ભરાયો હતો અને એક તબક્કે તેણે ગુસ્સામાં સ્ટેજ છોડી દેવાની ધમકી આપી હતી

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

બૉલીવુડમાં ‘વૉર 2’ દ્વારા ડેબ્યુ કરી રહેલો જુનિયર NTR રવિવારે હૈદરાબાદમાં યોજાયેલી ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમ્યાન એક ફૅન પર ગુસ્સે ભરાયો હતો અને એક તબક્કે તેણે ગુસ્સામાં સ્ટેજ છોડી દેવાની ધમકી આપી હતી. આ ઇવેન્ટ યુસુફગુડા પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી.

આ ઘટનાનો વિડિયો હવે ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે જેમાં જુનિયર NTR અતિ ઉત્સાહી ચાહકની સતત બૂમાબૂમથી ડિસ્ટર્બ થઈને ગુસ્સે ભરાઈ જાય છે અને કહે છે, ‘ભાઈ, શું હું ચાલ્યો જાઉં? શું હું ચાલ્યો જાઉં? મેં તમને શું કહ્યું હતું? હું બોલું ત્યારે શાંતિ રાખો. મને માઇક નીચે મૂકીને સ્ટેજ છોડવામાં એક સેકન્ડ પણ નહીં લાગે. શું હું બોલું? શાંતિ રાખો.’
જુનિયર NTRની ચીમકી પછી ફૅન શાંત થયો અને અભિનેતાએ ઇવેન્ટ આગળ વધારી હતી.

jr ntr bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news