અરશદ વારસીની ફિટનેસથી ઇમ્પ્રેસ થયા John Cena, યૂઝરે કહ્યું આવું...

20 September, 2021 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

John Cenaએ અરશદની ટ્રાન્સફૉર્મેશન ફોટો કોઈપણ કેપ્શન વગર શૅર કરી છે. આ જોતાં એમ કહેવું ખોટું નથી કે તે અરશદ વારસીની બૉડીથી ઇમ્પ્રેસ છે. હવે જ્યારે Johnએ આ ફોટો શૅર કરી તો એવામાં યૂઝર્સની કોમેન્ટ આવવી વ્યાજબી છે.

અરશદ વારસી (ફાઇલ તસવીર)

બૉલિવૂડ એક્ટર અરશદ વારસીએ તાજેતરમાં પોતાની ટ્રાન્સફૉર્મેશન તસવીર શૅર કરી હતી. આમાં તેની બૉડી ફિટનેસ જોઇ ચાહકો તેની તુલના જાણીતા રેસલર John Cena સાથે કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ અરશદની તે તસવીર હવે લાગે છે John Cena સુધી પહોંચી ગઈ છે. રેસલરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અરશદ વારસીની આ તસવીર શૅર કરી છે.

John Cenaએ અરશદ વારસીની ટ્રાન્સફૉર્મેશનની તસવીર કોઈપણ કૅપ્શન વગર શૅર કરી છે. આ જોતાં એમ કહેવું ખોટું નથી કે તે અરશદ વારસીની બૉડીથી ઇમ્પ્રેસ છે. હવે જ્યારે Johnએ આ ફોટો શૅર કરી તો એવામાં યૂઝર્સની કોમેન્ટ આવવી વ્યાજબી છે. કેટલાય લોકોએ Johnના વખાણ કર્યા છે કે તો કેટલાકે આને અરશદની ઉપલબ્ધિ જણાવી છે.

યૂઝર્સે આ રીતે કર્યું રિએક્ટ
એક યૂઝરે ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં સર્કિટ એટલે અરશદ વારસીના ડાયલૉગ લખ્યા, "ભાઈને બોલા અપલોડ કરેના કા તો કરને કા પાગલ હૈ ક્યા." બીજા યૂઝરે લખ્યું - John Cena ભારતીય છે. અન્ય એક યૂઝરે લખ્યું - ભાઈ તમે ખરેખર જૉન સેના જ છો ને કોઈ જર્નાદન સિંહ તો નથી ને. એક અન્ય યૂઢરે લખ્યું-  એ સર્કિટ જૉન સેના કો એક જાદૂ કી ઝપ્પી દે ના.

અપકમિંગ પ્રૉજેક્ટ માટે તૈયારી કરી રહ્યો છે અરશદ
જણાવવાનું કે અરશદ પોતાના અપકમિંગ પ્રૉજેક્ટ માટે આટલો પરસેવો પાડી રહ્યો છે. અભિનેતાએ પોતાની તસવીર શૅર કરીને લખ્યું હતું - "હજી વધુ આગળ જવું છે પણ મારા આગામી પ્રૉજેક્ટ માટે શૅપમાં આવી રહ્યો છું..." અરશદનો આ બદલાયેલો લુક જોઈને આશીષ ચૌધરી, રણવીર સિંહ સહિત અનેક લોકોએ તેના વખાણ કર્યા હતા. એક યૂઝરે લખ્યું - "આવી બૉડી તો જૉન સેનાની પણ નથી સર જી."

bollywood news bollywood bollywood gossips entertainment news john cena arshad warsi