જૉન અબ્રાહમની બાટલા હાઉસનું પોસ્ટર રિલીઝ

08 July, 2019 04:05 PM IST  | 

જૉન અબ્રાહમની બાટલા હાઉસનું પોસ્ટર રિલીઝ

બાટલા હાઉસનું પોસ્ટર રિલીઝ

બોલીવુડ સ્ટારે જૉન અબ્રાહમ અનુસાર હાલ તે કારકિર્દીના પર્પલ પેચમાંથી નિકળી રહ્યા છે. જૉન અનુસાર તેનો આવનારો સમય ઘણો મહત્વનો રહેશે. હાલ બોલીવુડ આતંકવાદ અને તેની સાથે જોડાયેલી ઘટનાઓ પર ઘણી ફિલ્મો બની ચૂકી છે. આ વિષય પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઘણું કામ કરી રહી છે. ત્યારે જૉન અબ્રાહમ પણ ફિલ્મ 'બાટલા હાઉસ' લઈને આવી રહ્યા છે.

સાચી ઘટના પર આધારિત આ ફિલ્મ બાટલા હાઉસનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ બાટલા હાઉસનું ટ્રેલર 10 જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ બાટલા હાઉસનું પોસ્ટર જૉન અબ્રાહમે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યું હતું. પોસ્ટરમાં જૉન અબ્રાહમ પોલીસની ભૂમિકામાં દેખાઈ રહ્યો છે અને તેની સાથે તેના પોલીસ સાથી મિત્રો પણ જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરાનો હોટ બિકીની લૂક, રહી જશે આંખો ખુલ્લી

બાટલા હાઉસ 2008ની સ્ટોરી છે જેમાં બાટલા હાઉસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અને દિલ્હીના પોલીસ ઈન્સપેક્ટર મોહન ચંદ શર્મા શહીદ થયા હતા. 19 સપ્ટેમ્બર, 2008માં જામિયા નગરના બાટલા હાઉસ વિસ્તારમાં 2 સંદિગ્ધ આતંકવાદી આતિફ અમીન અને મોહમ્મદ સાજિદ ઠાર માર્યા હતાં. આ બન્ને આતંકવાદીઓ ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા. આ સિવાય 2 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.

bollywood gossips john abraham gujarati mid-day