બાટલા હાઉસ ટ્રેલર: શું એન્કાઉન્ટર અસલી હતું કે નકલી ?

10 July, 2019 03:43 PM IST  | 

બાટલા હાઉસ ટ્રેલર: શું એન્કાઉન્ટર અસલી હતું કે નકલી ?

બાટલા હાઉસ ટ્રેલરમાં દમદાર દેખાયો જૉનનો લૂક

જૉન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ તેને ધમાકેદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. દિલ્હીના બાટલા હાઉસ એન્કાઉન્ટર પર બનેલી ફિલ્મ બાટલા હાઉસના ટ્રેલરમાં જૉન અબ્રાહમનો લૂક દમદાર જોવા મળી રહ્યો છે.

બાટલા હાઉસ દિલ્હીમાં 2008માં થયેલા એન્કાઉન્ટરની ઘટના પર આધારિત છે જેમા દિલ્હીના એક પોલીસ ઈન્સ્પેક્ટરની મોત થઈ હતી. આ એન્કાઉન્ટર સામે ઘણા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા 19 સપ્ટેમ્બર 2008માં જામિયા નગરમાં બાટલા હાઉસ વિસ્તારમાં 2 આતંકવાદી આતિફ અમીન અને મોહમ્મદ સાજિદે પોલીસને ઠાર માર્યા હતા. આ બન્ને આતંકી ઈન્ડિયન મુઝાહિદ્દીન સાથે જોડાયેલા હતા. ટ્રેલરમાં જૉન પોલીસ ઓફિસરના રોલમાં દમદાર દેખાઈ રહ્યા છે. જૉન અબ્રહામે ટ્રેલર શૅર કરતાની સાથે લખ્યું હતું કે, શું દેશ પૂર્વાગ્રહોથી બંધાયેલો હતો કે શું ખરેખર નકલી એન્કાઉન્ટર હતો?


ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રો અનુસાર, બાટલા હાઉસ ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે જો પોલીસની ખાસ તસવીર પહેલાથી બનેલી હોય અને જો એન્કાઉન્ટર સાચો છે તો એવામાં તેમના જીવન પર કેટલી અસર થાય છે. બાટલા હાઉસનું ડિરેક્શન નિખિલ આડવાણી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને રવિ કિશન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં જૉન અબ્રાહમ ડીસીપી સંજીવ કુમાર યાદવના રોલમાં જોવા મળશે. બાટલા હાઉસ 15 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે.

bollywood news trailer launch gujarati mid-day