‘તારા વર્સસ બિલાલ’ની શરૂઆત

19 October, 2021 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને સમર ઇકબાલ ડિરેક્ટ કરી રહ્યો છે

‘તારા વર્સસ બિલાલ’ની શરૂઆત

જૉન એબ્રાહમે તેના પ્રોડક્શનની ‘તારા વર્સસ બિલાલ’ના શૂટિંગની શરૂઆત કરી છે. આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અને સોનિયા રાઠી લીડ રોલમાં છે. ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ થયું હોય એવું લાગે છે. જૉન એબ્રાહમે ફિલ્મના ક્લૅપ-બોર્ડનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં યુકેનો ફ્લૅગ દેખાઈ રહ્યો છે. આ ફિલ્મને સમર ઇકબાલ ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મ આ વર્ષે મેમાં શરૂ કરવાની હતી, પરંતુ મહામારીને જોતાં એમાં મોડું થયું છે. ફિલ્મના ક્લૅપ-બોર્ડનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જૉન એબ્રાહમે કૅપ્શન આપી હતી,  ફિલ્મ ‘તારા વર્સસ બિલાલ’ની શરૂઆત થઈ ગઈ છે. પહેલો દિવસ છે.

entertainment news bollywood bollywood news upcoming movie john abraham harshvardhan rane