અમે કોઈની સેકન્ડ ચૉઇસ નથી : જૉન

24 March, 2022 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની ‘અટૅક’ પહેલી એપ્રિલે રિલીઝ થવાની છે

જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમનું કહેવું છે કે તેમની ફિલ્મ કોઈના માટે નંબર બે પર નથી આવતી. તેની ‘અટૅક’ પહેલી એપ્રિલે રિલીઝ થવાની છે. એ અગાઉ પચીસ માર્ચે ‘RRR’ રિલીઝ થવાની છે. આ ઍક્શન-થ્રિલર ‘અટૅક’માં જૉનની સાથે જૅકલિન ફર્નાન્ડિસ અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે. ફિલ્મને લક્ષ રાજ આનંદે ડિરેક્ટ કરી છે. એસ. એસ. રાજામૌલીની ‘RRR’ હાઈ બજેટ ફિલ્મ છે અને રામ ચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગન લીડ રોલમાં દેખાશે. ‘અટૅક’નું ટ્રેલર હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યું છે. એ વખતે જૉનને પૂછવામાં આવ્યું હતું કે શું ‘RRR’ની ખૂબ જ હાઇપ છે અને એ માર્કેટને ડૉમિનેટ કરી રહી હોવાથી ‘અટૅક’ને કેટલી સ્ક્રીન મળશે? એનો જવાબ આપતાં જૉન એબ્રાહમે કહ્યું કે ‘અમને ચોક્કસ સ્ક્રીન્સ આપવાનું વચન આપવામાં આવ્યું છે. અમારા પાર્ટનર્સે અમને ખાતરી આપી છે કે અમને પણ સારીએવી સ્ક્રીન આપવામાં આવશે. રાજામૌલી સર અને તેમણે બનાવેલી ફિલ્મો પ્રત્યે મને અતિશય માન છે. સાથે જ અમે જે ફિલ્મ બનાવી છે એના માટે પણ મને માન છે. લોકો માટે અમે નંબર બે પર નથી આવતા. ફિલ્મોની કમર્શિયલ સફળતા અને નિષ્ફળતા વિશે હું નથી જાણતો. હું કોઈ ટ્રેડ એક્સપર્ટ નથી. આ બાબત મને નથી સમજાતી. જોકે ઑન-રેકૉર્ડ હું કહી શકું છું કે અમે ખૂબ સારી ​અને અલગ ફિલ્મ બનાવી છે.’

entertainment news bollywood bollywood news upcoming movie john abraham ss rajamouli s.s. rajamouli