કરીનાના ગીત પર બેલી ડાન્સ કરીને લોકોને દીવાના બનાવ્યા જાહ્નવી કપૂરે

14 January, 2021 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરીનાના ગીત પર બેલી ડાન્સ કરીને લોકોને દીવાના બનાવ્યા જાહ્નવી કપૂરે

જાહ્નવી કપૂર

 કરીના કપૂર ખાનના ગીત પર બેલે ડાન્સ કરીને જાહ્નવી કપૂરે લોકોને દીવાના બનાવ્યા છે. તેણે કરીનાની ફિલ્મ ‘અશોકા’ના ગીત ‘સન સનનન સન’ પર ડાન્સ કર્યો છે. લોકોએ તેના આ ડાન્સની ખૂબ પ્રશંસા કરી છે. લોકો તેની સરખામણી તેની મમ્મી શ્રીદેવી સાથે કરવા લાગ્યા હતા. તેણે વાઇટ આઉટફિટ પહેર્યા છે. તેનાં ડાન્સ મૂવ્ઝ ખરેખર ખૂબ જ વખાણવા લાયક છે, જે ગીતના લિરિક્સ પર બંધ બેસે છે. તે ક્લાસિકલ, બૉલીવુડ સ્ટાઇલ અને બેલી ડાન્સિંગ પણ શીખી છે. જાહ્નવીએ હાલમાં જ ‘ગુડ લક જેરી’નું શૂટિંગ શરૂ કર્યું છે.

bollywood news jhanvi kapoor kareena kapoor