‘જર્સી’ને ડિસ્ટ્રીબ્યુટ કરશે પેન મરુધર અને બાલાજી ટેલિફિલ્મ્સ

21 November, 2021 04:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘જર્સી’ને ૩૧ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવા વિશે અમાન ગિલે કહ્યું હતું કે ‘ઘણા સમય સુધી રાહ જોયા બાદ ‘જર્સી’ને થિયેટર્સમાં રિલીઝ કરવા માટે અમે ઉત્સાહિત છીએ.

‘જર્સી’ને ડિસ્ટ્રીબ્યુટ કરશે પેન મરુધર અને બાલાજી ટેલિફિલ્મ્સ

શાહિદ કપૂરની ‘જર્સી’ને થિયેટર્સમાં રિલીઝ કરવા માટે એના પ્રોડ્યુસર્સે બાલાજી ટેલિફિલ્મ્સ અને પેન મરુધર સાથે ભાગીદારી કરી છે. આ ફિલ્મને અમાન ગિલ, દિલ રાજુ અને એસ. નાગ વામસીએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં શાહિદની સાથે મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર લીડ રોલમાં છે. ‘જર્સી’ને ૩૧ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવા વિશે અમાન ગિલે કહ્યું હતું કે ‘ઘણા સમય સુધી રાહ જોયા બાદ ‘જર્સી’ને થિયેટર્સમાં રિલીઝ કરવા માટે અમે ઉત્સાહિત છીએ. અમને લાગે છે કે અમારી ફિલ્મને રિલીઝ કરવા માટે બાલાજી ટેલિફિલ્મ્સ અને પેન મરુધર જેવા કોઈ સારા પાર્ટનર્સના હોઈ શકે.’ બીજી તરફ બાલાજી ટેલિફિલ્મ્સની એકતા કપૂરે કહ્યું હતું કે ‘‘જર્સી’ જેવી ફિલ્મ થિયેટર્સમાં જોવા જેવી હોય છે અને અમે દર્શકો સુધી એ અનુભવ લાવવા માટે થનગની રહ્યા છીએ.’

bollywood news bollywood bollywood gossips entertainment news shahid kapoor balaji telefilms