‘આશિકી 3’માં કાર્તિક સામે ફીમેલ લીડ મળી નથી રહી

09 September, 2022 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ તમામ અટકળો પર વિરામ મૂકતાં ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમારે કહ્યું કે...

જેનિફર વિન્ગેટ

કાર્તિક આર્યન સાથે ‘આશિકી 3’માં જેનિફર વિન્ગેટ જોવા મળે એવી અટકળો ચાલી રહી છે. આ ફિલ્મની તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મને અનુરાગ બાસુ ડિરેક્ટ કરશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે અને ૨૦૨૪માં રિલીઝ થશે. આ ફિલ્મમાં કાર્તિકની એન્ટ્રી સાથે જ તેની સામે કઈ લીડ ઍક્ટ્રેસ જોવા મળશે એને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ છે. કહેવાય છે કે દીપિકા પાદુકોણ, ક્રિતી સૅનન અને શ્રદ્ધા કપૂર કાર્તિક સાથે રોમૅન્સ કરતી દેખાશે. એવામાં જેનિફર પણ લીડ રોલમાં જોવા મળે એવી શક્યતા સંભળાઈ રહી છે. જોકે આ તમામ અટકળો પર વિરામ મૂકતાં ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમારે કહ્યું કે ‘કાર્તિક આર્યન સામે ‘આશિકી 3’માં ઍક્ટ્રેસિસનાં નામોની ચર્ચા ચાલી રહી છે એમાં કોઈ વાસ્તવિકતા નથી. એ રોલ માટે હજી પણ શોધ ચાલી રહી છે. અમે હજી ફિલ્મના શરૂઆતના સ્ટેજમાં છીએ કે જ્યાં અમે ફિલ્મના આઇડિયાઝ પર ચર્ચા કરી રહ્યા છીએ. દર્શકોની જેમ જ અમે ઘણી ફીમેલ લીડને ફાઇનલાઇઝ કરવા માટે આતુર છીએ. જેમ બને એમ વહેલાસર અમે એ સમાચાર પણ લોકો સાથે શૅર કરીશું.’

entertainment news bollywood bollywood news upcoming movie aashiqui 3 kartik aaryan jennifer winget