શાલિની પાન્ડેને સરપ્રાઇઝ ટ્રિપ કોણે આપી?

23 September, 2022 02:15 PM IST  |  Mumbai | Harsh Desai

શાલિનીએ ‘અર્જુન રેડ્ડી’માં કામ કર્યું હતું અને બૉલીવુડમાં તેણે ‘જયેશભાઈ જોરદાર’ સાથે એન્ટ્રી કરી હતી

શાલિની પાન્ડે

શાલિની પાન્ડે તેનો ૨૯મો જન્મદિવસ આજે મનાવી રહી છે. તેનો બર્થ-ડે હોવાથી તેને એક સરપ્રાઇઝ ટ્રિપ મળી છે. તેની આ ટ્રિપની ગિફ્ટ તેની નાની બહેન પૂજાએ આપી છે. શાલિનીએ ‘અર્જુન રેડ્ડી’માં કામ કર્યું હતું અને બૉલીવુડમાં તેણે ‘જયેશભાઈ જોરદાર’ સાથે એન્ટ્રી કરી હતી. આ વિશે વાત કરતાં શાલિનીએ કહ્યું હતું કે ‘આ વર્ષે મારો જન્મદિવસ એકદમ અલગ રહેશે, કારણ કે મારા માટે શું પ્લાન કરવામાં આવ્યું છે એની મને કોઈ જાણ જ નથી. મારી નાની બહેને મારા અને મારા કેટલાક ફ્રેન્ડ્સ માટે એક સરપ્રાઇઝ ટ્રિપ પ્લાન કરી છે. મને હાલમાં જ કહેવામાં આવ્યું છે કે મારી બૅગ તૈયાર રાખે, મારે ફ્લાઇટ પકડવાની છે. ક્યાં જવાનું છે એની મને ઍરપોર્ટ પર ગયા બાદ જ ખબર પડશે. હું આ માટે ખૂબ જ એક્સાઇટેડ છું, કારણ કે કેટલીક વાર પ્લાન વિશે માહિતી ન હોવાની પણ મજા આવે છે. ડેસ્ટિનેશન શું હોય એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે મને ખબર છે કે મને મારા નજીકના લોકો સાથે બર્થ-ડે પસાર કરવા મળી રહ્યો છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood jayeshbhai jordaar happy birthday