09 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વિડીયોનો સ્ક્રીનગ્રેબ
મનોજકુમારનું ૪ એપ્રિલે ૮૭ વર્ષની વયે અવસાન થયું હતું. તેમને અંજલિ આપવા માટે ૬ એપ્રિલે જુહુની જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી, જેમાં જયા બચ્ચન સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. આ પ્રાર્થનાસભાનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં જયા બચ્ચન તેમના એક મહિલા-ફૅનને ખખડાવતાં જોવા મળે છે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે જયા બચ્ચનની પીઠ પર એક મહિલા હાથ મૂકીને તેમને બોલાવે છે અને પોતાની સાથે ફોટો પડાવવાનું કહે છે. ફૅનની આ હરકત જોઈને જયા બચ્ચન પિત્તો ગુમાવી બેસે છે અને તેઓ તરત પાછળ ફરી મહિલાનો હાથ પકડીને ઝાટકી દે છે. આ પછી તેઓ વિડિયો ઉતારી રહેલા મહિલાના પતિને ઠપકો આપે છે જેના કારણે તેમણે બે હાથ જોડીને માફી પણ માગી હતી.
તાજેતરમાં મનોજકુમારની અંતિમક્રિયા વખતનો અભિષેક બચ્ચનનો એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં તે ફોટોગ્રાફરો પર ગુસ્સે થયો હતો અને હવે મનોજકુમારની પ્રાર્થનાસભાનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં જયા બચ્ચન એક મહિલા પર ગુસ્સે થતાં જોવા મળે છે.