જલસાની બહાર થતી બાઈક રેસિંગથી કંટાળીને જયા બચ્ચને પોલીસને ફોન કર્યો

25 July, 2020 06:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જલસાની બહાર થતી બાઈક રેસિંગથી કંટાળીને જયા બચ્ચને પોલીસને ફોન કર્યો

બચ્ચન પરિવારનો બંગલો જલસા જે વિસ્તારમાં આવેલો છે તે વિસ્તાર જુહુ કન્ટેઈનમેન્ટ ઝૉનમાં છે (તસવીર: શાદાબ ખાન)

એક બાજુ કોરોના વાયરસ (COVID-19)એ બચ્ચન પરિવારની ઉંધ ઉડાડી દીધી છે તો બીજી બાજુ બાઈક સવારે જયા બચ્ચનના નાકમાં દમ લાવી દીધો છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), અભિષેક બચ્ચન (Abhishek Bachchan), ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) અને આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) કોરોના વાયરસનો શિકાર થયા હોવાથી હૉસ્પિટલમાં દાખલ છે અને જયા બચ્ચન (Jaya Bachchan) હૉમ આઈસોલેશનમાં છે. ત્યારે જલસાની બહાર દરરોજ રાત્રે બાઈક રેસિંગ કરતાં બાઈકર્સે જયા બચ્ચનની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે અને તેમણે પોલીસની મદદ લીધી છે.

સૂત્રોના મતે, કેટલાંક બાઈક સવારો રાતના સમયે જલસા બંગલાની બહાર રેસ લગાવે છે. રેસના અવાજને કારણે જયા બચ્ચનને મુશ્કેલી પડે છે અને તેમને આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે, ત્રણથી ચાર યુવાન બાઈક સવારો જલસાની બહાર રેસિંગ કરી રહ્યાં હતાં ત્યારે જયા બચ્ચને પોતાના ઘરમાંથી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો. તેમણે બાઈક સવાર આ રીતે રેસ ના લગાવે તે માટે પોલીસની મદદ માગી હતી. પરંતુ પોલીસની એક ટીમ જલસા બંગલા પાસે પહોંચી તયાં સુધીમાં બાઈક સવારો ત્યાંથી નીકળી ગયા હતાં.

પોલીસે જણાવ્યું હતું કે, રાત્રે જુહૂમાં રોજ નાકાબંદી કરે છે. હાલમાં રાતના નવથી સવારના પાંચ વાગ્યા સુધી કર્ફ્યૂ છે અને લોકોએ ઘરમાં જ રહેવું જોઈએ. જે લોકો કારણ વગર ઘરની બહાર ફરે છે તેવા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, જલસા બંગલાની આસપાસ લગાડવામાં આવેલા CCTV ફુટેજની મદદથી બાઈકના નંબર નોંધી લીધા છે અને હવે આ નંબરના આધારે બાઈક સવારોની શોધ કરવામાં આવી છે.

entertainment news bollywood bollywood news bollywood gossips amitabh bachchan jaya bachchan abhishek bachchan aishwarya rai bachchan aaradhya bachchan juhu mumbai police