HBD Javed Akhtar:તાલિબાનથી લઈ બેશરમ રંગ પરના નિવેદનો, જેના કારણે રહ્યા વિવાદમાં

17 January, 2023 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલીવુડના લોકપ્રિય ગીતકાર એવા જાવેદ અખ્તર (Javed Akhtar Birthday)નો આજે જન્મદિવસ છે. આજે તે 78 વર્ષના થઈ ગયા છે.

જાવેદ અખ્તર

Javed Akhtar Birthday: બૉલીવુડના લોકપ્રિય ગીતકાર એવા જાવેદ અખ્તર (Javed Akhtar Birthday)નો આજે જન્મદિવસ છે. આજે તે 78 વર્ષના થઈ ગયા છે. માત્ર ગીતથી જ નહીં પરંતુ જાવેદ પોતાના નિવેદનોથી પણ હંમેશાં ચર્ચામાં રહ્યાં છે. કેટલીય વાર પોતાના વિવાદિત નિવેદનોને કારણે તે હેડલાઈન્સમાં રહ્યાં છે. કંગના રનૌત(Kangana Ranaut) પર નિશાન સાધવાથી લઈ તાલિબાન પર પોતાનો અભિપ્રાય આપવા જેવા ઘણાં નિવેદનોએ વિવાદ ઉભો કર્યો છે. તેમણે તાજેતરમાં જ વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ `પઠાન`ના ગીત બેશરમ રંગ પર પોતાનું મંતવ્ય રજૂ કર્યુ હતું.

કંગના રનૌત 

તેમણે કંગના રનૌત વિરુદ્ધ એક ઈન્ટરવ્યુમાં તેના પર નિરાધાર આક્ષેપ કરવા મુદ્દે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ ઘટના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદની છે. કંગનાએ જાવેદ અખ્તર પર આક્ષેપ કર્યો હતો કે જાવેદ અખ્તરે તેણીને હ્રિતક રોશનની માફી માંગવા કહ્યું હતું, જ્યારે કે હ્રિતિકે કંગના વિરુદ્ધ સિલી એક્સ નિવેદન પર કેસ દાખલ કર્યો હતો. 

ભારતમાં દક્ષિણપંથીની તાલિબાન સાથે તુલના

જાવેદ અખ્તરના વધુ એક નિવેદનથી વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે તેમણે ભારતમાં દક્ષિણપંથીની તુલના તાલિબાન સાથે કરી. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાં પૂર્ણ તાલિબાન બનવા માટે ડ્રેસ રિહર્સલ છે. તેમણે કહ્યું કે વિશ્વ હિંદુ પરિષદ(VHP),બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તાલિબાન સમાન છે. તેમના આ નિવેદન બાદ તેમની ખુબ જ નિંદા કરવામાં આવી હતી. 

આ પણ વાંચો:  પતા નહીં ગાને મેં ક્યા ડાલ દેતી થી

દિલ્હી હિંસા

2020માં દિલ્હીમાં ભડકેલી હિંસા મામલે જાવેદ અખ્તરે ટ્વિટ કર્યુ હતું. તેમણે લખ્યું હતું કે `કેટલાય લોકો માર્યા ગયા, કેટલાય ઘાયલ થયા, કેટલાય લોકો નિરાધાર થયા, કેટલાક લોકોના ઘર બળી ગયા પરંતુ પોલીસે માત્ર એક ઘર સીલ કર્યુ અને એના માલિકની શોધખોળ કરી રહ્યાં છે. દુર્ભાગ્યે એનું નામ તાહિર છે. પોલીસને સલામ.` તાહિરના સમર્થનમાં બોલવાથી તેઓ વિવાદમાં સપડાયા હતાં. 

જશ્ન-એ-રિવાજ વિવાદ

ગત વર્ષે દિવાળી પર એક બ્રાન્ડ પર પોતાના ઉત્સવ કલેક્શનને જશ્ન-એ-રિવાજનું નામ આપી તહેવારને ખરાબ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. જાવેદે આ મુદ્દા પર ટ્વિટ કરી લખ્યું, હું એ સમજી નથી શકતો કે કેટલાક લોકોને ફેબઈન્ડિયાના જશ્ન-એ-રિવાજથી સમસ્યા કેમ છે. જેનો અંગ્રેજીમાં અર્થ કંઈ નહીં માત્ર `પંરપરાનો ઉત્સવ` થાય છે. આનાથી કોઈને કેવી રીતે સમસ્યા હોય શકે. 

આ પણ વાંચો:સુશાંત સિંહ રાજપૂતના પરિવારમાંથી આ સભ્યએ લીધા અંતિમ શ્વાસ, ફૅન્સ થયા દુઃખી

બુરખા બૅન કરો પરંતુ ઘુંઘટ પણ

2019માં એક રાજનીતિક દળ બુરખા પર પ્રતિબંધ લાવવા માટે કાનુન લાવવા ઈચ્છતાં હતાં. આના પર પ્રતિક્રિયા આપતાં જાવેદ અખ્તરે કહ્યું કે ભારતમાં બુરખા પર કાનુન લાવવા ઈચ્છો છો તો તેની સામે કોઈ આપત્તિ નથી પણ પછી ઘુંઘટ પર પણ પ્રતિબંધ લાવવો જોઈએ. 

બુલ્લી બાય પર નિવેદન

કેટલીક મુસ્લિમ મહિલાઓએ ટ્વિટર પર બુલ્લી બાય એપનો વિરોધ કર્યો, જેમાં તેમની તસવીરો હરાજી માટે શેર થઈ હતી. એવા અહેવાલ હતાં કે આ એપને 18 વર્ષના એક વ્યક્તિએ શરૂ કરી હતી. આ મામલે પ્રતિક્રિયા આપતાં જાવેદ અખ્તરે ટ્વિટ કર્યુ હતું કે `વાસ્તવમાં બુલ્લી બાય એપ એક 18 વર્ષની યુવતી દ્વારા રચવામાં આવી હતી, જેણે તાજેતરમાં જ પોતાના માતા-પિતાને કેન્સર અને કોરોનાને કારણે ગુમાવ્યાં છે, તો મને એવું લાગે છે કે કોઈ મહિલા અથાવ તો વડીલ તેને મળે અને સમજાવે કે તેણીએ જે કર્યુ તે શા માટે ખોટું હતું. તેણી સામે દયા બતાવી તેને માફ કરી દે.`

બેશરમ રંગ

જાવેદ અખ્તેર `બેશરમ રંગ` ગીતના વિવાદ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે `ગીત સાચું કે ખોટું તે નક્કી કરવું મારા કે તમારા હાથમાં નથી. આપણી પાસે એક એજન્સી છે, સરકાર દ્વારા વિભાગ છે, સરકાર અને સમાજના તમામ વર્ગોના લોકો છે જે ફિલ્મ જોશે અને નક્કી કરશે કે શું પાસ થશે અને શું નહીં. મને લાગે છે કે આપણે તેના પ્રમાણીકરણ પર કરવો જોઈએ.` 

 

bollywood news entertainment news kangana ranaut taliban javed akhtar happy birthday