કાનમાં જાહ્‍નવીનો બૉસ લેડી લુક

25 May, 2025 06:22 AM IST  |  France | Gujarati Mid-day Correspondent

કાન ફિલ્મ ફેસ્ટિવલ 2025માં જાહ્‍નવી કપૂર રોજ નવા-નવા લુક ધારણ કરીને પોતાની ફૅશન-સેન્સથી બધાને આશ્ચર્યમાં મૂકી રહી છે. હાલમાં જાહ્‍નવીએ ઑલ-બ્લૅક ચિક લુક પસંદ કર્યો જેમાં તેનો બૉસ લેડી લુક છવાઈ ગયો હતો.

જાહ્‍નવી કપૂરનો કાન લુક

કાન ફિલ્મ ફેસ્ટિવલ 2025માં જાહ્‍નવી કપૂર રોજ નવા-નવા લુક ધારણ કરીને પોતાની ફૅશન-સેન્સથી બધાને આશ્ચર્યમાં મૂકી રહી છે. હાલમાં જાહ્‍નવીએ ઑલ-બ્લૅક ચિક લુક પસંદ કર્યો જેમાં તેનો બૉસ લેડી લુક છવાઈ ગયો હતો. તેના આ ગેટઅપમાં ઓવરસાઇઝ્ડ બ્લૅક સૉસર હૅટ મુખ્ય આકર્ષણ બની હતી. આ લુક માટે જાહ્‍નવીએ બ્લૅક વેલ્વેટ જૅકેટ પહેર્યું હતું અને એને ભારતીય ડિઝાઇનર અનામિકા ખન્ના દ્વારા ડિઝાઇન કરેલા કસ્ટમ-મેડ સ્કર્ટ સાથે પૅર કરવામાં આવ્યું હતું. જાહ્‍નવીનો આ લુક તેની કઝિન અને સ્ટાઇલિસ્ટ રિયા કપૂર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

janhvi kapoor cannes film festival france bollywood buzz bollywood events bollywood news bollywood entertainment news