ઇરફાનના ઘરે પહોંચીને ઇમોશનલ થયો જયદીપ અહલાવત

01 July, 2022 09:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘દાદા આપને જો પેડ લગાએ થે વો ફલ દેને લગે હૈં. સુતપા સિકદર, દરેક બાબત માટે તમારો આભાર. એવું લાગ્યું જાણે કે પોતાના જ ઘરે આવ્યો છું. લવ યુ.’ 

ઇરફાનના ઘરે પહોંચીને ઇમોશનલ થયો જયદીપ અહલાવત

જયદીપ અહલાવત ઇરફાનના ઘરે પહોંચીને ઇમોશનલ થઈ ગયો હતો. સાથે જ તેમની વાઇફ સુતપા સિકદરની પણ પ્રશંસા કરી છે. તેમનો દીકરો બબીલ પણ ફિલ્મોમાં સક્રિય બની ગયો છે. ૨૦૨૦માં કૅન્સર સામે લાંબો જંગ લડ્યા બાદ ઇરફાનનું એપ્રિલમાં નિધન થયું હતું. ઇરફાને કેરીનું ઝાડ લગાવ્યું હતું અને હવે એના પર કેરી પણ આવી છે. તેના ઘરે જઈને તેની તસવીર પાસે જયદીપે ફોટો ક્લિક કર્યો હતો અને હાથથી હાર્ટ બનાવ્યું હતું. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જયદીપે કૅપ્શન આપી હતી, ‘દાદા આપને જો પેડ લગાએ થે વો ફલ દેને લગે હૈં. સુતપા સિકદર, દરેક બાબત માટે તમારો આભાર. એવું લાગ્યું જાણે કે પોતાના જ ઘરે આવ્યો છું. લવ યુ.’ 

bollywood news bollywood entertainment news irrfan khan