સોનુ સૂદ સાથે જાન્યુઆરીમાં ‘ફતેહ’નું શૂટિંગ કરશે જૅકલિન ફર્નાન્ડિસ

28 December, 2022 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૅકલિનની ‘સર્કસ’ ગયા શુક્રવારે ક્રિસમસ દરમ્યાન રિલીઝ થઈ હતી

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસ હવે સોનુ સૂદની ‘ફતેહ’માં જોવા મળશે. જૅકલિનની ‘સર્કસ’ ગયા શુક્રવારે ક્રિસમસ દરમ્યાન રિલીઝ થઈ હતી. આ ફિલ્મને જોઈએ એટલો રિસ્પૉન્સ નહોતો મળ્યો. એમાં જૅકલિનનું પાત્ર પણ નામપૂરતું હતું. જોકે જૅકલિન હવે તેની આગામી ફિલ્મ માટે તૈયાર છે. તે હવે જાન્યુઆરીમાં સોનુ સૂદ સાથે શૂટિંગ શરૂ કરશે. ઝી સ્ટુડિયો સાથે મળીને સોનુ સૂદ હવે આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી રહ્યો છે. આ ફિલ્મ ડિજિટલ સ્કૅમર અને હૅકિંગ પર આધારિત છે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ સુધીમાં પૂરું કરવાનું પ્લા​નિંગ છે. આ ફિલ્મ ૨૦૨૧ના ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવી હતી અને એને અભિનંદન ગુપ્તા ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મ રિયલ લાઇફ ઘટના પર આધારિત છે. સ્ટોરીમાં ઇન્ટરેસ્ટ પડ્યો હોવાથી સોનુએ આ ફિલ્મ માટે તરત જ હા પાડી હતી અને એને પ્રોડ્યુસ પણ કરવાનું નક્કી કર્યું હતું.

entertainment news bollywood news bollywood gossips bollywood sonu sood jacqueline fernandez