જૅકલિન ફર્નાન્ડિસે રૅર ડિસઑર્ડરથી પીડાતા બાળકની સારવારના ખર્ચની લીધી જવાબદારી

11 September, 2025 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૅકલિને માત્ર બાળક અને તેના પરિવાર સાથે સમય જ નથી ગાળ્યો, તેની સર્જરીનો ખર્ચ પણ ઉઠાવવાની જવાબદારી લીધી છે.

જૅકલિન ફર્નાન્ડિસ હાલમાં એક એવા બાળકને મળી હતી જે રૅર ડિસઑર્ડરથી પીડિત છે

જૅકલિન ફર્નાન્ડિસ હાલમાં એક એવા બાળકને મળી હતી જે રૅર ડિસઑર્ડરથી પીડિત છે. જૅકલિને માત્ર બાળક અને તેના પરિવાર સાથે સમય જ નથી ગાળ્યો, તેની સર્જરીનો ખર્ચ પણ ઉઠાવવાની જવાબદારી લીધી છે. જૅકલિને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલો આ મુલાકાતનો વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.  વિડિયોમાં દેખાતું બાળક હાઇડ્રોસિફલસ નામના એક રૅર ડિસઑર્ડરથી પીડિત છે. આ બીમારીમાં મગજમાં પાણી ભરાઈ જાય છે અને એના કારણે પીડિતનું માથું મોટું થઈ જાય છે. વાઇરલ થયેલા આ વિડિયોમાં જૅકલિન તે બાળકને પ્રેમ કરતી તેમ જ તેના પરિવારના સભ્યો સાથે વાતો કરતી પણ દેખાય છે.

jacqueline fernandez bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news