જૅકી શ્રોફે ચિંચપોકલીચા ચિંતામણીનાં દર્શન કરીને બાપ્પાના આશીર્વાદ લીધા

22 September, 2026 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશોત્સવ દરમિયાન જૅકી શ્રોફે મુંબઈના ચિંચપોકલીચા ચિંતામણી ગણેશ પંડાલમાં બાપ્પાના દર્શન કરી પૂજા કરી હતી. જૅકીએ સફેદ કુર્તા-પાયજામા સાથે પીળો ખેસ પહેર્યો હતો અને પોતાનો છોડ પણ બાપ્પાને અર્પણ કર્યો હતો.

જૅકી શ્રોફે ચિંચપોકલીચા ચિંતામણીનાં દર્શન કર્યા

ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે જૅકી શ્રોફ પણ જાણીતા ગણેશ પંડાલ ચિંચપોકલીચા ચિંતામણીનાં દર્શન કરવા પહોંચ્યો હતો. તેણે બાપ્પાની પૂજા કરી અને આશીર્વાદ લીધા હતા.
પંડાલ દ્વારા સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવેલા વિડિયોમાં જૅકી ગણેશજીની મૂર્તિ તરફ જતો જોવા મળે છે. આ પ્રસંગે તેણે સફેદ કુર્તા-પાયજામા સાથે પીળો ખેસ, લાલ ટોપી અને સ્ટાઇલિશ સનગ્લાસિસ પહેર્યાં હતાં. બાપ્પાની મૂર્તિ પાસે પહોંચ્યા બાદ જૅકી શ્રોફે તેમના ચરણસ્પર્શ કરી પ્રાર્થના કરી હતી. આ સમયે જૅકી પોતાની સાથે હંમેશાં રાખતા છોડને પણ સાથે લઈ ગયો હતો અને એને બાપ્પાના ચરણોમાં અર્પણ કર્યો હતો. ત્યારબાદ પંડાલના આયોજકોએ જૅકીને ફળ, ફૂલો અને પ્રસાદ આપીને તેનું સ્વાગત કર્યું હતું.

jackie shroff ganesh chaturthi ganpati entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood