કમ્ફર્ટ ઝોનમાં રિયલિસ્ટિક પાત્રો ભજવવાં ખૂબ જ સરળ છે : નવાઝુદ્દીન સિદ્દીકી

12 January, 2022 09:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાત્રમાં રહી સરળતાથી રિયલિસ્ટિક હોવું ખૂબ જ મુશ્કેલ પણ હોય છે. હું પોતાની જાતને રિપીટ કરું તો એ મારા માટે ખૂબ જ સરળ હોય છે, કારણ કે હું મારા કમ્ફર્ટ ઝોનમાં હોઉં છું.’

કમ્ફર્ટ ઝોનમાં રિયલિસ્ટિક પાત્રો ભજવવાં ખૂબ જ સરળ છે : નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે કમ્ફર્ટ ઝોનમાં રિયલિસ્ટિક પાત્રો ભજવવાં ખૂબ જ સરળ છે. તે આ વર્ષે પાંચ ફિલ્મોમાં જોવા મળશે. તે તેના પાત્ર દ્વારા ફિલ્મને વધુ વાસ્તવિક બનાવી દે છે. આ વિશે વાત કરતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે ‘અમે બધા ઍક્ટર્સ અલગ પ્રકારનાં પાત્રો ભજવવાની કોશિશ કરી શકીએ છીએ. હું હંમેશાં એ વાતની ખાતરી રાખું છું કે હું મારા કમ્ફર્ટ ઝોનમાં ન હોઉં. કમ્ફર્ટ ઝોન ખૂબ જ સરળ હોય છે અને એમાં રિયલિસ્ટિક પર્ફોર્મ કરવું ખૂબ જ સરળ હોય છે. જોકે પાત્રમાં રહી સરળતાથી રિયલિસ્ટિક હોવું ખૂબ જ મુશ્કેલ પણ હોય છે. હું પોતાની જાતને રિપીટ કરું તો એ મારા માટે ખૂબ જ સરળ હોય છે, કારણ કે હું મારા કમ્ફર્ટ ઝોનમાં હોઉં છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news nawazuddin siddiqui