21 January, 2024 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રભાસ
પ્રભાસે અયોધ્યાના રામમંદિર માટે ૫૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાની અફવા છે. આ સમાચાર સાથે જ સોમવારે આયોજિત થનાર એ ભવ્ય ઉત્સવ દરમ્યાન તેણે લોકોને ભોજન
પૂરું પાડવાની જવાબદારી પણ લીધી હોવાની અફવા છે. પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગ દરમ્યાન બૉલીવુડની અને સ્પોર્ટ્સ જગતની અનેક સેલિબ્રિટીઝ હાજર રહેશે. પ્રભાસે ૫૦ કરોડનું દાન આપ્યું છે એ અફવામાં વધુ ઉમેરો કરતાં આંધ્ર પ્રદેશના એમએલએ ચિરલા જગ્ગીરેડ્ડીએ જણાવ્યું હતું કે ઉદ્ઘાટનના દિવસે લોકોનો જમવાનો જે ખર્ચ થશે એ પ્રભાસ ઉઠાવશે. આવી ફેલાતી અફવાને જોતાં પ્રભાસની ટીમે ચોખવટ કરી છે કે પ્રભાસે આટલી મોટી રકમનું દાન નથી આપ્યું કે ન તો ઉત્સવ દરમ્યાન તેણે લોકોના ભોજનનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે.