મટરગશ્તી ખુલી સડક પે

16 June, 2025 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈશાન ખટ્ટરે મનાલી ટ્રિપની તસવીરો શૅર કરી, સિદ્ધાંત ચતુર્વેદી અને પૂજા હેગડે પણ જોવા મળ્યાં

ઈશાન, સિદ્ધાંત અને પૂજા આ તસવીરોમાં લાઇટ મૂડમાં જોવા મળે છે.

ઈશાન ખટ્ટરે હાલમાં પોતાની મનાલી ટ્રિપની કેટલીક ખાસ તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને પૂજા હેગડે પણ જોવા મળ્યાં હતાં. આ તસવીરો ફૅન્સમાં ખૂબ વાઇરલ થઈ રહી છે.

આ તસવીરોમાં તેઓ મનાલીના સુંદર વાતાવરણમાં મિત્રો સાથે આનંદ માણતા જોવા મળે છે. તસવીરોમાં બરફથી ઢંકાયેલા પર્વતો, હરિયાળી અને મનાલીની શાંત વાદીઓની ઝલક જોવા મળે છે. ઈશાન, સિદ્ધાંત અને પૂજા આ તસવીરોમાં લાઇટ મૂડમાં જોવા મળે છે.

ishaan khattar siddhant chaturvedi pooja hegde bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news