પી. વી. સિંધુની બાયોપિકની તૈયારી કરી રહી છે દીપિકા?

23 September, 2021 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘આ મારી દરરોજની રેગ્યુલર લાઇફ છે. પી. વી. સિંધુ સાથે મળીને હું મારી કૅલરીઝ ઘટાડું છું.’

પી. વી. સિંધુની બાયોપિકની તૈયારી કરી રહી છે દીપિકા?

દીપિકા પાદુકોણ બૅડ્મિન્ટન સ્ટાર પી. વી. સિંધુની બાયોપિક માટે તૈયારી કરી રહી હોય એવું લાગી રહ્યું છે. આ બન્ને સાથે બૅડ્મિન્ટન રમતાં જોવા મળી હતી એને જોઈને એવી શક્યતા લાગે છે કે પી. વી. સિંધુનું પાત્ર દીપિકા ભજવવાની છે. થોડા દિવસો અગાઉ દીપિકા અને રણવીર સિંહે પી. વી. સિંધુ સાથે ડિનર કર્યું હતું. એથી તેની બાયોપિકને લઈને અટકળો વધુ તેજ બની છે. પી. વી. સિંધુ સાથે બૅડ્મિન્ટન રમતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે ‘આ મારી દરરોજની રેગ્યુલર લાઇફ છે. પી. વી. સિંધુ સાથે મળીને હું મારી કૅલરીઝ ઘટાડું છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news pv sindhu deepika padukone