સિરિયસ પાત્રોને કારણે દિમાગ પર અસર થઈ રહી છે અમિત સિયાલના

11 May, 2021 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મિર્ઝાપુર’, ‘હૉસ્ટેજિસ’ અને ‘કાઠમંડુ કનેક્શન’ જેવા શો માટે તે ખૂબ જ જાણીતો છે

અમિત સિયાલ

અમિત સિયાલનું કહેવું છે કે ઇન્ટેન્સ પાત્રોથી તેના મગજ પર ખૂબ જ અસર થાય છે. ‘મિર્ઝાપુર’, ‘હૉસ્ટેજિસ’ અને ‘કાઠમંડુ કનેક્શન’ જેવા શો માટે તે ખૂબ જ જાણીતો છે. તેને હવે પોલીસનું પાત્ર નહીં, પરંતુ કૉમેડી કરવી છે. આ વિશે વાત કરતાં અમિતે કહ્યું હતું કે ‘મારે હાલમાં પોલીસનું એક પણ પાત્ર નથી કરવું. ઇન્ટેન્સ પાત્રોથી મારે થોડા સમય માટે દૂર રહેવું છે. આ પાત્રો મારા મગજ પર અસર કરી રહ્યાં છે. મારે હવે સામાન્ય પાત્રો ભજવવાં છે. સામાન્ય માણસનાં પાત્રો. ડાર્ક કૉમેડી માટે પણ હું તૈયાર છું. ઍક્ટરને તરત જ સ્ટિરિયોટાઇપ કરવામાં આવે છે. મને મોટા ભાગે પોલીસનાં પાત્રો માટે જ ઑફર આવે છે અને હું તેમને કહું છું કે મારે હવે એ નથી કરવાં.

ઍક્ટરની એ જવાબદારી છે કે સ્ટિરિયોટાઇપમાંથી તેઓ કેવી રીતે બહાર નીકળે? ૯૯ ટકા લોકો સેફ રહેવા માગે છે, પરંતુ તમારે જ તમારા વિશે વિચારવું પડે છે; અન્ય કોઈ નથી વિચારવાનું.’

entertainment news bollywood bollywood news amit siyal