યે તો સબ અપના હી હૈ, ઇન્ડિયન સિનેમા એક હૈ : રણવીર સિંહ

13 May, 2022 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાષાને લઈને ચાલી રહેલા વિવાદ પર તેણે આવું કહ્યું

રણવીર સિંહ

દેશમાં ભાષાને લઈને ચાલી રહેલા વિવાદને જોતાં રણવીર સિંહે જણાવ્યું કે આ બધું જ આપણું છે. ભારતીય સિનેમા પણ એક જ છે. ભાષાના વિવાદમાં અનેક સેલિબ્રિટીઝે પોતાનાં મંતવ્યો રજૂ કર્યાં છે. એ વિશે હવે પોતાના વિચાર વ્યક્ત કરતાં રણવીર સિંહે કહ્યું કે ‘મને તેલુગુ નથી આવડતી તો પણ મેં ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ જોઈ. ‘RRR’ પણ મેં જોઈ. જોકે હું એ ફિલ્મો અને એની કળાથી ખૂબ પ્રભાવિત થયો છું. આ ફિલ્મોમાં જે અદ્ભુત કળા દેખાડવામાં આવી છે એની હું પ્રશંસા કરું છું અને મને એ વાતનો ગર્વ છે કે કેટલી સુંદરતાથી એને ફિલ્મમાં સાકાર કરવામાં આવી છે અને દરેક પ્રકારના દર્શકોએ એનો સ્વીકાર કર્યો છે. આ બાબત મને ખૂબ ગર્વ પમાડે છે કેમ કે મેં આવી ફિલ્મો કદી જોઈ નથી. યે તો સબ અપના હી હૈ, યાર. ઇન્ડિયન સિનેમા એક હૈ.’

entertainment news bollywood bollywood news bollywood gossips ranveer singh