‘શૂરવીર’માં ઇન્ડિયન ઍર ફોર્સને અલગ રીતે દેખાડવામાં આવશે : અરમાન રાલ્હન

06 July, 2022 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરમાન રાલ્હનનું કહેવું છે કે ‘શૂરવીર’માં ઇન્ડિયન ઍર ફોર્સને અલગ રીતે દેખાડવામાં આવશે.

‘શૂરવીર’માં ઇન્ડિયન ઍર ફોર્સને અલગ રીતે દેખાડવામાં આવશે

અરમાન રાલ્હનનું કહેવું છે કે ‘શૂરવીર’માં ઇન્ડિયન ઍર ફોર્સને અલગ રીતે દેખાડવામાં આવશે. આ શોમાં અરમાન ફાઇટર પાઇલટનું પાત્ર ભજવી રહ્યો છે. કૉકપિટમાં શું થાય છે એને દર્શકો આ શોમાં વધુ નજીકથી જોઈ શકશે. આ શોને ડિઝની + હૉટસ્ટાર પર પંદર જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. આ વિશે અરમાને કહ્યું કે ‘મને નથી લાગતું કે આપણે આજ સુધી ઇન્ડિયામાં ‘શૂરવીર’ જેવો શો જોયો હોય. આ શોમાં ઍર ફોર્સને એકદમ યુનિક રીતે દેખાડવામાં આવી છે. આ શોમાં દર્શકોને કૉકપિટની અંદર શું ચાલે છે એ વિશે નિકટતાથી જોવા મળશે. આ એક અલગ જ બાબત છે. આ શો કરવો ખૂબ જ મુશ્કેલ હતો અને અમારા ડિરેક્ટર કનિષ્ક વર્માએ ખૂબ જ સારું કામ કર્યું છે. દર્શકો આ શોને કેવો રિસ્પૉન્સ આપે છે એ જોવા હું આતુર છું.’

bollywood news entertainment news