આપણે દર વર્ષે એક ઑસ્કર જીતવા માટે સક્ષમ છીએ : એ. આર. રહમાન

25 January, 2023 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘છેલ્લો શો’ની એક્ઝિટ, ‘નાટુ નાટુ’ની એન્ટ્રી

એ. આર. રહમાન

એ. આર. રહમાનનું કહેવું છે કે ઇન્ડિયાએ દર વર્ષે એક ઑસ્કર જીતવો જોઈએ. ૧૨ વર્ષ પહેલાં આવેલી ‘જય હો’ માટે એ. આર. રહમાનને બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો ઑસ્કર અવૉર્ડ મળ્યો હતો. ઑસ્કર નૉમિનેશન વિશે એ. આર. રહમાને કહ્યું કે ‘ઇન્ડિયાને ઑસ્કર મળ્યો હતો એને ૧૨ વર્ષ થઈ ગયાં છે. ઇન્ડિયામાં ખૂબ અદ્ભુત અને જિનીયસ એવા ૧.૩ બિલ્યન લોકો છે એથી આપણે દર વર્ષે એક ઑસ્કર જીતી શકીએ છીએ. ફિલ્મમેકિંગ માટે જરૂરી બધી વસ્તુ આપણી પાસે છે. આપણામાંના કેટલાક લોકો કૉમ્પિટિશનમાં પણ નથી ઊતરતા. તેમણે ત્યાં ફિલ્મને પ્રમોટ કરવાની કોશિશ તો કરી છે. જો તમારી ફિલ્મ વિશે કોઈને ખબર ન હોય તો તમારી ફિલ્મને કોઈ વોટ નહીં કરે. હું આશા રાખુ છું કે ‘RRR’ જીતીને આવે.’

‘છેલ્લો શો’ ઑસ્કરના લિસ્ટમાંથી બહાર થઈ ગઈ છે અને ‘નાટુ નાટુ’ને સિલેક્ટ કરવામાં આવ્યું છે. ગઈ કાલે ઑસ્કરના નૉમિનેશનનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મ માટે ઇન્ડિયાની ઑફિશ્યલ એન્ટ્રી તરીકે ‘છેલ્લો શો’ને મોકલવામાં આવી હતી, પણ આ ફિલ્મ ફાઇનલ લિસ્ટમાં શૉર્ટલિસ્ટ નથી થઈ. જોકે ‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ને પસંદ કરવામાં આવ્યું છે. આ ગીતની બેસ્ટ ઓરિજિનલ સ્કોર કૅટેગરી માટે આ ફિલ્મને પસંદ કરવામાં આવી છે. આ ગીતને ગોલ્ડન ગ્લોબ પણ મળી ચૂક્યો છે. હવે એને ઑસ્કર મળે કે નહીં એ જોવું રહ્યું. આ સાથે જ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘કાંતારા’ અને ‘ધ કશ્મીર ફાઇલ્સ’ને પણ શૉર્ટલિસ્ટ કરવામાં નથી આવી.

entertainment news bollywood news bollywood gossips bollywood ar rahman RRR Last Film Show