Bollywood Dussehra: ફિલ્મી દુનિયાના સ્ટાર્સે ખાસ સંદેશા સાથે પાઠવી શુભેચ્છા, જુઓ

05 October, 2022 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમિતાભ બચ્ચનથી લઈને હેમા માલિની, અનુપમ ખેર અને કરણ જોહર જેવા પ્રખ્યાત સ્ટાર્સે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાહકો માટે દશેરા પર ખાસ સંદેશાઓ શેર કર્યા છે.

અમિતાભ બચ્ચન, હેમા માલિની, કરણ જોહર

દેશભરમાં વિજય દશમી( Dussehra Wishes)ની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફિલ્મી દુનિયામાં પણ બૉલિવૂડ સ્ટાર્સ (Bollywood Celebs Dussehra Wishes)એકબીજાને દશેરાની શુભેચ્છા પાઠવી રહ્યા છે, અને તેમના પ્રિયજનો માટે એક ખાસ સંદેશ શેર કરીને દરેકને વિજયા દશમીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. બૉલિવૂડમાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રિના 9માં દિવસે માતાની ભક્તિમાં લીન જોવા મળતા સ્ટાર્સ આજે દશેરા માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આજે, અમિતાભ બચ્ચનથી લઈને હેમા માલિની, અનુપમ ખેર અને કરણ જોહર જેવા પ્રખ્યાત સ્ટાર્સે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાહકો માટે દશેરા પર ખાસ સંદેશાઓ શેર કર્યા છે.

બિગ બીએ  પુત્ર અભિષેકની પોસ્ટ શેર કરતા દશેરાની શુભેચ્છા પાઠવી છે. 

હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું કે `દશેરા આજે ભગવાન વિષ્ણુના દિવ્ય અવતાર શ્રી રામ દ્વારા રાવણના વ્યક્તિમાં અનિષ્ટની અંતિમ જીતની ઉજવણી કરે છે. સમગ્ર દેશમાં ઉલ્લાસ અને ધામધૂમથી ઉજવવામાં આવેલ પ્રસંગ. આપ સૌને દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી રામ. 

અનુપમ ખેરે ટ્વિટર પર પોસ્ટ શેર કરી લખ્યું કે `દશેરાનો પવિત્ર તહેવાર સત્યની જીત, સારાની આગમાં અનિષ્ટના વિનાશનો સંદેશ આપી રહ્યો છે. ભગવાન શ્રી રામના આચરણને અપનાવો આ તહેવારના સંદેશ સાથે. દશેરાના તહેવારની આપ સૌને હજારો શુભેચ્છાઓ!`

કરણ જોહરે પણ ફેન્સને દશેરાની શુભકામના પાઠવી છે, તેમણે લખ્યું કે, બધાને દશેરાની શુભકામનાઓ.. પ્રેમ અને પ્રકાશ હંમેશા….

bollywood news hema malini karan johar amitabh bachchan anupam kher dussehra