૬ દિવસમાં ‘જુગ જુગ જીયો’એ ૫૦.૨૪ કરોડનો બિઝનેસ કર્યો

01 July, 2022 09:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મે કરેલા આ બિઝનેસને લઈને ફિલ્મની ટીમે સોશ્યલ મીડિયામાં ખુશી વ્યક્ત કરી હતી.

૬ દિવસમાં ‘જુગ જુગ જીયો’એ ૫૦.૨૪ કરોડનો બિઝનેસ કર્યો

શુક્રવારે ૨૪ જૂને રિલીઝ થયેલી ‘જુગ જુગ જીયો’એ ૬ દિવસમાં ૫૦.૨૪ કરોડનો બિઝનેસ કર્યો છે. આ પારિવારિક ફિલ્મમાં નીતુ કપૂર, અનિલ કપૂર, વરુણ ધવન, કિયારા અડવાણી અને મનીષ પૉલ લીડ રોલમાં છે. એને કરણ જોહરે પ્રોડ્યુસ અને રાજ મહેતાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મે કરેલા આ બિઝનેસને લઈને ફિલ્મની ટીમે સોશ્યલ મીડિયામાં ખુશી વ્યક્ત કરી હતી. છ દિવસના આંકડા પર નજર નાખીએ તો શુક્રવારે ફિલ્મે ૯.૨૮, શનિવારે ૧૨.૫૫, રવિવારે ૧૫.૧૦, સોમવારે ૪.૮૨, મંગળવારે ૪.૫૨ અને બુધવારે ૩.૯૭ કરોડની સાથે છ દિવસમાં કુલ મળીને ૫૦.૨૪ કરોડનો વકરો કર્યો છે.

bollywood news bollywood bollywood gossips entertainment news