ક્રિતી સૅનન અને વિક્રાન્ત મેસી બેસ્ટ ઍક્ટ્રેસ અને બેસ્ટ ઍક્ટર

10 March, 2025 09:38 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

આઇફા ડિજિટલ અવૉર્ડ્‍સમાં આ બન્નેને દો પત્તી અને સેક્ટર ૩૬ માટે અવૉર્ડ મળ્યો; અમર સિંહ ચમકીલા બેસ્ટ ફિલ્મ, પંચાયત બેસ્ટ વેબ-સિરીઝ

ક્રિતી સૅનન (દો પત્તી), વિક્રાન્ત મેસી (સેક્ટર 36), ઇમ્તિયાઝ અલી (અમર સિંહ ચમકીલા)

આઇફા અવૉર્ડ્‍સ ૨૦૨૫નું આયોજન આ વર્ષે જયપુરમાં કરવામાં આવ્યું હતું. ગઈ કાલે મુખ્ય અવૉર્ડ‍્સ સમારોહ હતો ત્યારે શનિવારની રાત્રે ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ કૅટેગરીના અવૉર્ડ્‍સની જાહેરાત કરવામાં આવી હતી. આ ફંક્શનમાં કરીના કપૂર, શાહિદ કપૂર, કરણ જોહર અને બૉબી દેઓલ સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. આ કૅટેગરીમાં ‘અમર સિંહ ચમકીલા’ને બેસ્ટ ફિલ્મનો અને ‘પંચાયત’ને બેસ્ટ વેબ-સિરીઝનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

કરીના કપૂર

જિતેન્દ્ર કુમાર (પંચાયત સીઝન 3)

માધુરી દીક્ષિત

ભામિની ઓઝા - પ્રતીક ગાંધી

OTT પ્લૅટફૉર્મના વિજેતાઓની યાદી

બેસ્ટ ફિલ્મ                    : અમર સિંહ ચમકીલા

લીડ રોલમાં ઍક્ટિંગ (ફીમેલ)    : ક્રિતી સૅનન (દો પત્તી)

લી રોલમાં ઍક્ટિંગ (મેલ)        :           વિક્રાન્ત મેસી (સેક્ટર 36)

બેસ્ટ ડિરેક્શન (ફિલ્મ)   :           ઇમ્તિયાઝ અલી (અમર સિંહ ચમકીલા)

સપોર્ટિંગ રોલમાં ઍક્ટિંગ (ફીમેલ, ફિલ્મ)           : અનુપ્રિયા ગોયન્કા (બર્લિન)

સપોર્ટિંગ રોલમાં ઍક્ટિંગ (મેલ, ફિલ્મ)   :           દીપક ડોબરિયાલ (સેક્ટર 36)

બેસ્ટ વાર્તા ઓરિજનલ (ફિલ્મ)  :           કનિકા ઢિલ્લોં (દો પત્તી)

બેસ્ટ સિરીઝ                  :           પંચાયત

લીડ રોલમાં ઍક્ટિંગ (ફીમેલ, સિરીઝ)    :           શ્રેયા ચૌધરી (બંદિશ બૅન્ડિટ સીઝન 2)

લીડ રોલમાં ઍક્ટિંગ (મેલ, સિરીઝ)       :           જિતેન્દ્ર કુમાર (પંચાયત સીઝન 3)

બેસ્ટ ડિરેક્શન (સિરીઝ) :           દીપક કુમાર મિશ્રા (પંચાયત સીઝન 3)

સપોર્ટિંગ રોલમાં ઍક્ટિંગ (ફીમેલ, સિરીઝ)         :           સંજિદા શેખ
                                    (હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર)

સપોર્ટિંગ રોલમાં ઍક્ટિંગ (મેલ, સિરીઝ) :           ફૈઝલ મલિક (પંચાયત સીઝન 3)

બેસ્ટ વાર્તા ઓરિજનલ (સિરીઝ)            :           કોટા ફૅક્ટરી

બેસ્ટ રિયલિટી સિરીઝ   :           ફૅબ્યુલસ લાઇવ્સ ઑફ બૉલીવુડ વાઇવ્સ

બેસ્ટ ડૉક્યુ સિરીઝ         :           યો યો હની સિંહ : ફેમસ

બેસ્ટ ટાઇટલ ટ્રેક           :           અનુરાગ સૈકિયા
                                    (યે ઇશ્ક હૈ, મિસમૅચ્ડ સીઝન 2)

આઇફા અવૉર્ડ્‍સમાં શોલેની ૫૦મી ઍનિવર્સરીની ઉજવણી
આ કાર્યક્રમમાં ‘શોલે’ની ૫૦મી ઍનિવર્સરીની ઉજવણી કરવા માટે ખાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૂરજ બડજાત્યા અને રમેશ સિપ્પી જેવા ફિલ્મમેકર્સે હિસ્સો લીધો હતો. આ આઇફા અવૉર્ડ્‍સ 2025માં હોસ્ટિંગની જવાબદારી કાર્તિક આર્યનને સોંપવામાં આવી હતી અને એમાં શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને કરીના કપૂર ખાન જેવાં સ્ટાર્સનું પર્ફોર્મન્સ પણ પ્લાન કરાયું હતું.

jaipur iifa awards 2017 kareena kapoor kriti sanon vikrant massey imtiaz ali madhuri dixit Pratik Gandhi panchayat web series bollywood bollywood news entertainment news