આગામી એક વર્ષમાં સાત ફિલ્મોમાં મહિલાઓના સાત શેડ્સ લઈને આવીશ : ભૂમિ પેડણેકર

07 December, 2022 06:01 PM IST  |  Mumbai | Harsh Desai

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે આગામી એક વર્ષમાં તેની સાત ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને એને લઈને તે ખૂબ જ ખુશ છે. ભૂમિ પેડણેકર આઉટસાઇડર છે અને તેણે ફિલ્મોમાં તેની જગ્યા પોતે બનાવી છે.

ભુમિ પેડનેકર


ભૂમિ પેડણેકરનું કહેવું છે કે આગામી એક વર્ષમાં તેની સાત ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને એને લઈને તે ખૂબ જ ખુશ છે. ભૂમિ પેડણેકર આઉટસાઇડર છે અને તેણે ફિલ્મોમાં તેની જગ્યા પોતે બનાવી છે. તેણે ઘણી અગલ-અલગ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની વિકી કૌશલ સાથેની ‘ગોવિંદા નામ મેરા’ સોળ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ૧૬ ડિસેમ્બરથી એક વર્ષના સમયગાળામાં તેની અન્ય સાત ફિલ્મો રિલીઝ થશે. આ વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું કે ‘મારી સખત મહેનતને કારણે આજે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હું પોતાની જગ્યા બનાવી શકી છું એની મને ખુશી છે. એક આઉટસાઇડર હોવાથી બૉલીવુડમાં જગ્યા બનાવવા માટે સમય લાગ્યો છે, પરંતુ પ્રામાણિકતાથી કહું તો મને કોઈ રિગ્રેટ નથી. મારી જે જર્ની રહી છે એના કારણે આજે હું જે આર્ટિસ્ટ બની છું એની મને ખુશી છે. આજે દેશના ટૉપ ફિલ્મમેકર્સ તેમના વિઝનમાં મને જુએ છે એની પણ મને ખુશી છે. એક વર્ષના સમયગાળામાં મારી સાત ફિલ્મો બૅક-ટુ-બૅક રિલીઝ થઈ રહી છે. દર્શકોની સામે હું સાત અલગ-અલગ પાત્રો લઈને આવી રહી છું અને આશા છે કે દર્શકોને એ પસંદ પડે. મારી ડેબ્યુ ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ સાથે જ મેં મહિલાની ઍમ્બિશન, ડિઝાયર અને સ્ટ્રેંગ્થને દેખાડવાની કોશિશ કરી છે. હું પોતાને નસીબદાર માનું છું કે આગામી એક વર્ષમાં હું સાત ફિલ્મ્સ લઈને આવી રહી છું અને મને એમાં હું અલગ-અલગ શૅડ્સ ભજવતી જોવા મળીશ. ‘ભીડ’, ‘અફવા’, ‘ધ લેડી કિલર’, ‘ભક્ષક’, ‘ગોવિંદા નામ મેરા’ અને મુદસ્સર અઝીઝની આગામી ફિલ્મની સાથે અન્ય એક ફિલ્મ લઈને આવી રહી છું. આ દરેક ફિલ્મમાં હું એક ઇન્ડિપેન્ડન્ટ મહિલાના અલગ-અલગ શેડ્સ રજૂ કરીશ. તેમ જ આ ફિલ્મોમાં મને મારા ફેવરિટ ફિલ્મમેકર્સ અને કો-સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી છે. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન મને ખૂબ જ મજા આવી હતી. હું જે વાતમાં ​વિશ્વાસ રાખું છું અને મારા જે ગોલ છે એની ઝલક લોકોને મારી આગામી ફિલ્મોમાં જોવા મળશે. હું ભવિષ્યમાં પણ આવી ફિલ્મો કરતી રહીશ.’

bollywood news bhumi pednekar