પૈસા માટે હું ફિલ્મો બનાવું છું : એસ. એસ. રાજામૌલી

21 January, 2023 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તો સાથે જ ગોલ્ડન ગ્લોબનો બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો

એસ. એસ. રાજામૌલી

ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીએ જણાવ્યું છે કે તેઓ પૈસા માટે ફિલ્મો બનાવે છે. તેમણે બનાવેલી ‘RRR’ દેશવિદેશમાં લોકોને ખૂબ પસંદ પડી રહી છે. રામચરણ અને જુનિયર એનટીઆરની આ ફિલ્મનાં ‘નાટુ નાટુ’ ગીતને ધ ક્રિટિક્સ ચૉઇસનો બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ અને બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મનો અવૉર્ડ મળ્યો છે. તો સાથે જ ગોલ્ડન ગ્લોબનો બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો. ફિલ્મ મેકિંગ વિશે એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘હું પૈસા માટે ફિલ્મો બનાવું છું. દર્શકો માટે પણ ફિલ્મો બનાવું છું. હું ક્રિટિકલ ઍક્લેમ માટે ફિલ્મો નથી બનાવતો. ‘RRR’ કમર્શિયલ ફિલ્મ છે અને જો મારી ફિલ્મ કમર્શિયલી સારી ચાલે તો મને ખુશી થાય છે. અવૉર્ડ્સ આપવા એનું વિસ્તારીકરણ છે. મારા યુનિટે ફિલ્મ માટે કરેલી સખત મહેનતનું પરિણામ છે અને મને એની ખુશી છે.’

entertainment news bollywood news ss rajamouli RRR