જરૂરી નથી કે ડિરેક્ટર્સ હંમેશાં એક જ ઍક્ટર સાથે કામ કરે

09 June, 2024 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિરેક્ટર્સ માટે પઝેસિવ કાર્તિક આર્યને કહ્યું...

કાર્તિક આર્યન

કાર્તિક આર્યને ૨૦૧૧માં આવેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. એ ​ફિલ્મને લવ રંજને ડિરેક્ટ કરી હતી. ત્યાર બાદ બન્નેએ ‘આકાશવાણી’ અને ‘પ્યાર કા પંચનામા 2’માં સાથે કામ કર્યું હતું. જોકે લવ રંજને ‘તૂ જૂઠી મૈં મક્કાર’ માટે રણબીર કપૂર સાથે કામ કર્યું હતું. જોકે એ ફિલ્મમાં કાર્તિક મહેમાન કલાકાર તરીકે તો હતો જ. એ ફિલ્મમાં મુખ્ય રોલમાં તેને ન લીધો એ વિશે પૂછવામાં આવતાં કાર્તિક કહે છે, ‘એ ફિલ્મ વિશે લવ રંજને મને જણાવ્યું હતું. જોકે મને એ ફિલ્મમાં ન લેવાનું તેનું પોતાનું કોઈ કારણ હોઈ શકે. જરૂરી નથી કે તમામ ડિરેક્ટર્સ એક જ ઍક્ટરને લઈને ફિલ્મ બનાવે. મને એ વાતની પૂરી ખાતરી છે કે અમે બન્ને જ્યારે ફરીથી સાથે કામ કરીશું ત્યારે નક્કી મજા પડશે. એકબીજા સાથે અમે કમ્ફર્ટેબલ છીએ. એનાથી અમારા રિલેશન પર કોઈ અસર નથી પડી. હું મારી ટીમ અને મારા ડિરેક્ટર્સને લઈને ખૂબ પઝેસિવ હોઉં છું.’ 

kartik aaryan ranbir kapoor shraddha kapoor luv ranjan entertainment news bollywood bollywood news