11 April, 2023 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
મૃણાલ ઠાકુરે જણાવ્યું છે કે તેને ચાન્સ લેવો અને અનકન્વેન્શનલ રોલ્સ ભજવવા ગમે છે. તેની હાલમાં રિલીઝ થયેલી ‘ગુમરાહ’માં તે પોલીસના રોલમાં દેખાઈ રહી છે. તે અપરાધને ઉઘાડો પાડવા અથાક મહેનત કરે છે. તે ‘પીપા’ અને ‘આંખ મિચોલી’માં પણ દેખાવાની છે. પોલીસના રોલ વિશે મૃણાલ ઠાકુરે કહ્યું કે ‘સખત પોલીસનો રોલ ભજવવો મારા માટે નવો અનુભવ હતો. એ પાત્રમાં ઊંડા ઊતરવા માટે મારે ખૂબ મહેનત કરવી પડી હતી, પરંતુ એ બધું એળે નથી ગયું. મને એ વાતની ખુશી છે કે દર્શકોએ મારા પર્ફોર્મન્સની પ્રશંસા કરી છે. ‘ગુમરાહ’માં કઠોર પોલીસનું પાત્ર ભજવવું મારા માટે ચૅલેન્જિંગની સાથે એક્સાઇટિંગ પણ હતું. મને હંમેશાંથી ચાન્સિસ લેવા અને અનકન્વેન્શનલ રોલ્સ ભજવવા ગમે છે. મને એ વાતની ખુશી છે કે મારી ચૉઇસિસ લેખે લાગી છે. મને જ્યારે ફિલ્મના સેકન્ડ-હાફ વિશે પ્રશંસા સાંભળવા મળે છે કે કેવી રીતે મારો રોલ એમાં દેખાડવામાં આવ્યો છે એ સાંભળીને એક પર્ફોર્મર તરીકે મને ખૂબ સારું લાગે છે. ઑન-સ્ક્રીન પ્રભાવશાળી પાત્રો ભજવવાની મને તક મળી એથી હું આભારી છું.’